Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોરોનાના ઇફેકટ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ચુંટણી જંગ

સોશ્યલ મીડીયા પર યોગી અને અખિલેશ વચ્ચે જોરદાર મુકાબલો

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે દેશના પાંચ રાજયોમાં વિધાનસભા ચુંટણીની શરૂઆત થઇ ચૂકી છે. ત્રીજી લેહરમાં સંક્રમણનને જોતા સોશ્યલ મીડીયા પર પ્રચારની મંજૂરી આપવામાં આવી છે. એટલે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ આ વખતની ચુંટણીમાં અન્ય ચુંટણીઓની સરખામણીમાં વધારે મહત્વપુર્ણ સાબિત થશે. એટલે આ પાંચ રાજયોના મુખ્ય નેતાઓની સોશ્યલ મીડીયા પરની પહોંચ પણ બહુ મહત્વની બનશે. રાજકીય પરિસ્થિતી અને ભૌગોલિક પહોંચના હિસાબે જોવામાં આવે તો મોટા ભાગના નેતાઓ એક બીજાને ટક્કર આપતા અહીં જોવા મળશે.

આ પાંચ રાજયોની ચુંટણીમાં સૌથી  મહત્વપૂર્ણ યુપી ગણાય છે. અહીં મુકાબલો સીએમ યોગી આદિત્યનાથ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે છે. એટલું જ નહીં બંને યુવા નેતાઓ વચ્ચે સોશ્યલ  મીડીયા પર જોરદાર ટક્કર છે. બંનેના સોશ્યલ મીડીયા એકાઉન્ટ પર ધ્યાન આપીએ તો ૪૯ વર્ષના ફાયર બ્રાન્ડ ભાજપા નેતા યોગી આદિત્યનાથના ટવીટર પર ૧.૬૮ કરોડ ફોલોઅર્સ છે તો ૪૮ વર્ષના અખિલેશના ૧.૫૫ કરોડ ફોલોઅર્સ છે. પૌડી ગઢવાલમાં જન્મેલ સીએમ યોગીના ફેસબુક પર ૬૮ લાખ અને ઇન્સ્ટાગ્રામ પર ૨૬ લાખ ફોલોઅર્સ છે જયારે યુનિવર્સિટી ઓફ સીડનીમાં એમ એ કરી ચુકેલ અખિલેશના ફેસબુક પર ૭૫ લાખ ફોલોઅર્સ છે.(૨૩.૧૭)

કયા નેતાના કેટલા ફોલોઅર્સ

નેતા ટવીટર  ફેસબુક  ઇન્સ્ટાગ્રામ

યોગી આદિત્યાનાથ  ૧.૬૮ કરોડ     ૬૮લાખ ૨૬ લાખ

અખિલેશ યાદવ      ૧.૫૫ કરોડ     ૭૫લાખ ૬.૭૧ લાખ     

ચરણજીત ચન્ની       ૧.૬૦ લાખ      ૪.૩૦લાખ       ૨૧૭૦૦        

પુષ્કરધામી   ૧.૨૨ લાખ      ૨૩ લાખ        ૧ લાખ        

હરીશ રાવત ૩.૮૨ લાખ      ૧૫ લાખ        ૨.૪૧ લાખ     

પ્રમોદ સાવંત        ૯૮૨૦૦         ૧.૫૩લાખ       ૬૨૨૦૦                

એન બીરેનસિંહ       ૧.૫૭ લાખ      ૧.૨૦લાખ       ૩૫૭૦૦

(3:27 pm IST)