Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભગવાને કળિયુગમાં લીધો અવતાર !

ચાર હાથ-પગવાળા બાળકને આપ્યો જન્મ

નવી દિલ્હી, તા.૧૯: ચમત્કાર આપણે ફિલ્મોમાં થતા અવાર-નવાર જોઇએ છીએ. પરંતુ હકીકતમાં ચમત્કાર થાય તે ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. હાલમાં જ જે કિસ્સો સામે આવ્યો છે તે થાનાની સદર હોસ્પિટલનો છે. જયાં સોમવારે કુદરતનો કરિશ્મા જોવા મળ્યો હતો.

હા અને આ કરિશ્મા જોઈને લોકોનાં હોશ ઉડી ગયા હતા. હવે લોકો આ કરિશ્માને કળિયુગમાં ભગવાનનો અવતાર માનવા લાગ્યા છે. આપને જણાવી દઈએ કે, આ મામલો હોસ્પિટલનાં પ્રસૂતિ વિભાગનો છે, જયાં મુફસિલ થાના વિસ્તારમાં રહેતી એક મહિલાએ ચાર હાથ-પગવાળા બાળકને જન્મ આપ્યો હતો. થાના વિસ્તારનાં હફલગંજ ગામની એક મહિલાએ અનોખા બાળકને જન્મ આપ્યાનાં સમાચાર આખી હોસ્પિટલમાં આગની જેમ ફેલાઈ ગયા છે. આ કારણે પ્રસૂતિ વોર્ડની બહાર લોકોની ભીડ જોવા મળી હતી અને કુતૂહલવશ બધાએ બાળકને જોવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દ્યણા લોકો તેનો ફોટો લઈ રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ અદ્બુત બાળકને જન્મ આપ્યા બાદ માતા અને બાળક બંને સ્વસ્થ છે. જો કે બાળકનાં પિતા રાજુ સાહ પોતે પણ આવા બાળકનાં જન્મ બાદ આશ્યર્યચકિત છે. તેમનું કહેવું છે કે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં આ મુશ્કેલીઓ અંગે કંઈ જ સામે આવ્યું ન હોતું અને ન તો ડોકટરોએ તેમને ગર્ભમાં રહેલા નવજાતની સ્થિતિ વિશે કંઈ જણાવ્યું હતું.

આપને એ પણ જણાવી દઈએ કે આ સંદર્ભમાં સદર હોસ્પિટલનાં તબીબ ડો. શશિકિરણે જણાવ્યુ છે કે, શ્નતે અદ્બુત બાળક નથી, તે શારીરિક રીતે વિકલાંગ કહેવાશે. ગર્ભાવસ્થા દરમિયાન, કોઈ કારણસર આટલા મોટા બાળકનો જન્મ થયો છે, જેનું ઓપરેશન કરીને પ્રસૂતિ નિષ્ણાતનાં શરીરમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. આ સાથે, હોસ્પિટલમાં આ નવજાત બાળકની સંભાળ લેતી વૃદ્ઘ કલાવતી કહે છે કે 'આ કુદરતનો કરિશ્મા છે'. ભગવાને કળિયુગમાં અવતાર લીધો છે.

(3:25 pm IST)