Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોરોના પહેલાની સ્થિતીએ ૨૦૨૪ પહેલા નહીં પહોંચી શકે

વિશ્વ પ્રવાસન ઉદ્યોગઃ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઇઝેશન

મેડ્રીડ (સ્પેન), તા.૧૯: વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઇઝેશને મંગળવારે કહ્યું કે વિશ્વ પ્રવાસન ઉદ્યોગને કોરોના પહેલાની સ્થિતીએ પહોંચવામાં ૨૦૨૪ની સાલ આવી જશે.

મેડ્રીડ ખાતેની યુએન એજન્સીના વર્લ્ડ ટુરીઝમ બેરોમીટર અનુસાર, ૨૦૨૦ પછી ગયા વર્ષે ૪ ટકાનો થયેલ સુધારો નબળા પણ વધુ સંક્રામક ઓમીક્રોન વેરીયન્ટના કારણે ૨૦૨૨ની શરૂઆતમાં ધોવાઇ જશે.

૨૦૨૦માં ટુરીઝમની આવક ગત વર્ષ કરતા ૭૨ ટકા ઘટી હતી. યુએનડબલ્યુટીઓએ એક પ્રેસ રીલીઝમાં રસીકરણનો દર અને પ્રવાસીઓનો વિશ્વાસ અલગ અલગ હોવાથી સુધારાની ગતિ ધીમી અને આડાઅવળી રહેશે.

(11:09 am IST)