Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ચૂંટણી જીતવાનો જ નહીં સંગઠન વિસ્‍તાર-કાર્યકર્તા ઘડતરનો પણ મોકોઃ નરેન્‍દ્રભાઇ

નમો એપ દ્વારા વારાણસીના કાર્યકરો સાથે સંવાદ

વારાણસી,તા. ૧૯ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ યુપી-વિધાનસભા ચૂંટણીમાં ગઇ કાલે પાર્ટી કાર્યકરોને સંબોધીત કરતા જણાવેલ કે કોઇ પાર્ટી માટે ચૂંટણી જીતવી જ લક્ષ્ય નથી હોતુ પણ તે સંગઠનના વિસ્‍તાર અને કાર્યકરોના વિકાસનો અવસર પણ હોય છે. મોદીએ નમો એપ દ્વારા કાર્યકરો સાથે સંવાદ કરેલ.
આ સંવાદમાં મોટા ભાગના બુથના પ્રભારી હતા. નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે ચુંટણી કાર્યકતાઓ માટે ટ્રેનીંગ કેમ્‍પની જેમ હોય છે. જેમાં લોકોને પાર્ટી સાથે જોડવાની અને કાર્યકર્તાઓને તૈયાર કરવાનો મોકો મળે છે. કાર્યકર્તાઓને ૫-૧૦ રૂપિયાનું સુક્ષ્મ દાન દ્વારા વધુમાં વધુ રકમ જમા કરવા કાર્યકરો સામે લક્ષ્ય રાખેલ.
નરેન્‍દ્રભાઇએ નમો એપના ફીચર કમલ પુષ્‍પ અંગે જણાવેલ કે, આમાં જનસંઘના સમયથી જોડાયેલ વરિષ્‍ઠ કાર્યકરો અંગે માહિતીનું સંકલન છે. વારાણસીના વરિષ્‍ઠ પાર્ટી પદાધિકારીઓ અંગે માહિતી મેળવી આ ફીચરમાં સામેલ કરવી જોઇએ.

 

(10:44 am IST)