Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બ્રિટનઃ મહિલાએ 'પેન' જેવડી બાળકીને જન્મ આપ્યોઃ વજન માત્ર ૬પ૦ ગ્રામ

લંડન : બ્રિટનમાં એક મહિલાએ ૬ મહિનામાં જ પ્રીમેચ્યોર બેબીને જન્મ આપ્યોઃ તેનું વજન માત્ર ૬પ૦ ગ્રામ હતું જે સાઇઝમાં એક પેન બરાબર હતીઃ લીવરપુલમાં રહેતી કારેને ર૦૧૭ માં એક બાળકીને જન્મ આપ્યો હતોઃ બાળકી ર૩ સપ્તાહમાં જન્મીઃ જન્મ પછી તેને ૧૩ મહિના સુધી આઇસીયુમાં રાખવી પડીઃ રજા મળી તો તે ૧ વર્ષની થઇ ચુકી હતીઃ હવે તે સ્વસ્થ છેઃ ૪ વર્ષની થઇ ગઇ છેઃ માતાએ સોશ્યલ મીડીયામાં અનુભવ શેયર કર્યો છે.

(4:41 pm IST)