Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પાકિસ્‍તાનમાં તિર્થયાત્રા અને શ્રદ્ધાળુઓના વિઝા મામલે ફેલાવવામાં અાવેલ અફવાનું ખંડન કરતું ભારતીય વિદેશ મંત્રાલયઃ તિર્થયાત્રાઅે જવા કોઇ પ્રતિબંધ નથી

પાકિસ્‍તાનમાં તિર્થયાત્રાઅે જવા માંગતા શ્રદ્ધાળુઓને વિઝા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યાની અફવા ફેલાઇ છે ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે આવો કોઇ પ્રતિબંધ નહીં હોવાની સ્‍પષ્‍ટતા કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની તીર્થયાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કાશ્મીર ખીણમાં આતંકી હુમલા થયા બાદ બંને દેશો વચ્ચે વધેલા તણાવ વચ્ચે પાકિસ્તાનની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ પર કોઈપણ રોક લગાવાઈ નથી. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં પાકિસ્તાને ભારતને પાકિસ્તાની હાઈકમિશન પાસેથી શ્રદ્ધાળુઓની વીઝા અરજીઓ પાછી લેવા મામલે જવાબદાર ઠેરવ્યું હતું. પાકિસ્તાનના તીર્થયાત્રા અને શ્રદ્ધાળુઓના વીઝા મામલે ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણા મામલે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

(5:36 pm IST)