Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિયન્ટ નથી : નિષ્ણાતો

ઓમિક્રોનના લીધે કોરોનામાં વિશ્વભરમાં ઊછાળો : સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેની અસર ઓમિક્રોન પર થશે, તેમાં વધારે મ્યુટેશન થવાના સંકેત : નિષ્ણાતો

બોસ્ટન, તા.૧૮ : દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે જાણકારોનુ કહેવુ છે કે, ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિએન્ટ નથી. બોસ્ટન યુનિવર્સિટીના એપેડમિક એક્સપર્ટ લિયોનાર્ડો માર્ટિનેસને ટાંકીને એક અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, સંક્રમણ જે ઝડપથી વધી રહ્યુ છે તેની અસર ઓમિક્રોન પર થશે.

તેમાં વધારે મ્યુટેશન થશે.તે પોતાની અંદર ઘણા બદલાવ કરશે અને તેનાથી નવો વેરિએન્ટ બનવાની શક્યતા છે.જે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.રિસર્ચમાં પણ સાબિત થયુ છે કે, અગાઉના ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોન ચાર ગણો વધારે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. લિયોનાર્ડોનુ કહેવુ છે કે, ઓમિક્રોનથી એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે જેમણે રસીના બે ડોઝ લીધા છે.

જો સંક્રમણ સતત ફેલાતુ રહ્યુ તો નવા વેરિએન્ટ પેદા થશે. ઓમિક્રોનનો પતો લગાવનાર ડો.એજલિક કોએત્ઝીએ એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, જો ડેલ્ટા અને ઓમિક્રોન પોતાનુ સ્વરુપ જાતે બદલશે તો સ્થિતિ બિહામણી હશે.બીજી ચિંતાની વાત છે કે, મહામારીમાં દર્દીઓને એન્ટી બાયોટિકસ અપાઈ રહી છે.જેનાથી ભવિષ્યમાં બેક્ટેરિયા પર તેની કોઈ અસર ના થવાનુ જોખમ પણ રહે છે.

(9:34 pm IST)