Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

મુસ્લિમ વ્યક્તિને જય શ્રી રામ બોલવા દબાણ કરનાર બે આરોપીઓના જામીન ઝારખંડ કોર્ટે ફગાવ્યા : બીજેપીના એક કાર્યક્રમ દરમિયાન પીડિતને પઠાણી સૂટમાં ચાલતો જોઈને ટોળાએ માર માર્યો, થૂંક ચટાડયું , અને જય શ્રી રામનો નારો લગાવવા મજબુર કરવાનો આરોપ

ઝારખંડ : મુસ્લિમ વ્યક્તિને જય શ્રી રામ બોલવા દબાણ કરનાર બે આરોપીઓના જામીન ઝારખંડ કોર્ટે ફગાવી દીધા છે.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહે બે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી કે જેઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાનો કથિત આરોપ છે.

બીજેપીના એક કાર્યક્રમ દરમિયાન ધનબાદમાં માનસિક રીતે બીમાર મુસ્લિમ વ્યક્તિને પઠાણી  સૂટમાં ચાલતો જોઈને ટોળાએ માર માર્યો, થૂંક ચટાડયું , અને જય શ્રી રામનો નારો લગાવવા મજબુર કરવાનો બંને વ્યક્તિઓ ઉપર આરોપ છે.

 

એક રિપોર્ટ અનુસાર પીડિત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપી નેતાઓ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પીડિત માનસિક રીતે બીમાર હતો અને છેલ્લા 8-10 વર્ષથી રાંચીની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રી (CPI)માં તેની સારવાર કરવામાં આવી રહી હતી.

અરજદારો તરફથી એડવોકેટ શાહનવાઝ એ. મલિક હાજર રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:14 pm IST)