Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

મહારાષ્ટ્રના પૂર્વ હોમ મિનિસ્ટર અને NCP નેતા અનિલ દેશમુખની ડિફોલ્ટ જામીન અરજી મુંબઈ કોર્ટે ફગાવી : મની-લોન્ડરિંગ કેસમાં જામીન અરજી કરી હતી

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ હોમ મિનિસ્ટર અને NCP નેતા અનિલ દેશમુખની મની-લોન્ડરિંગ કેસમાં ડિફોલ્ટ જામીન અરજી આજરોજ મંગળવારે મુંબઈ કોર્ટે ફગાવી દીધી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળના વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ આ આદેશ આપ્યો હતો.

અનિકેત નિકમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં, દેશમુખે જણાવ્યું હતું કે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 167 હેઠળ નિર્ધારિત 60 દિવસની વૈધાનિક અવધિમાં ચાર્જશીટની વિશેષ અદાલત દ્વારા કોઈ સંજ્ઞાન લેવામાં આવ્યું ન હોવાથી, તે વૈધાનિક જામીન માટે હકદાર છે.

 

દેશમુખના વકીલ, વરિષ્ઠ એડવોકેટ વિક્રમ ચૌધરીએ દલીલ કરી હતી કે પ્રથમ રિમાન્ડની તારીખને બાદ કરતાં, 60 દિવસનો સમયગાળો વીતી ગયો છે અને કલમ 167 મુજબ વધુ કસ્ટડી પર વૈધાનિક પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એડવોકેટ શ્રીરામ શિરસાટ મારફત તેના જવાબમાં જણાવ્યું હતું કે એકવાર ચાર્જશીટ અને/અથવા પૂરક ચાર્જશીટ દાખલ થયા પછી કોર્ટ દ્વારા વૈધાનિક જામીન પર વિચારણા કરી શકાતી નથી.

ત્યારપછી હાઈકોર્ટે દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા હતા. જે આદેશ 15 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. તે પછી, NCP નેતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તે આજ સુધી  છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:23 pm IST)