Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દેશમાં ઘટવા લાગ્‍યો કોરોનાનો ગ્રાફઃ સતત ત્રીજા દિવસે કેસ ઘટયાઃ ૨૪ કલાકમાં ૨.૩૮ લાખ લોકો સંક્રમિત

૨૪ કલાકમાં ૩૧૦ લોકોના મોતઃ દોઢ લાખ લોકો સાજા થયાઃ એકટીવ કેસ ૧૭ લાખ

નવી દિલ્‍હી, તા. ૧૮ :. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૩૮૦૧૮ નવા કેસ સામે આવ્‍યા છે. આ સતત ત્રીજો દિવસ છે કે જ્‍યારે કોરોનાના કેસમાં ઘટાડો આવ્‍યો છે. આ પહેલા રવિવારે ૨.૫૮ લાખ તો શનિવારે ૨.૭૧ લાખ કેસ આવ્‍યા હતા.
આ સિવાય દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭૪૨૧ લોકો સાજા થયા છે. અત્‍યાર સુધીમાં કુલ ૩૫૩૯૪૮૮૨ લોકો સાજા થયા છે. દેશમાં રીકવરી રેટ ૯૪.૦૯ થઈ ગયો છે, તો કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૦ લોકોના મોત થયા છે. દેશમાં એકટીવ કેસ વધીને ૧૭ લાખ થઈ ગયા છે.
દેશમાં ઓમિક્રોનના કેસ વધીને ૮૮૯૧ થઈ ગયા છે. ૨૪ કલાકમાં દેશમાં ઓમિક્રોનના ૮.૩૧ ટકા કેસ વધ્‍યા છે. ભારતમાં ડેઈલી પોઝીટીવીટી રેટ વધીને ૧૪.૪૩ ટકા થઈ ગયો છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૧૫૮ કરોડ લોકોને રસી આપવામાં આવી છે.


 

(10:47 am IST)