Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ઉત્તરાયણમાં સાસરિયે ગયેલા જમાઇને સાસરીવાળાઓએ ૩૬૫ પ્રકારના પકવાન જમાડયા

જમાઇને તો જલસો પડી ગયો... આને કહેવાય નસીબદાર જમાઇ

ભારત પરંપરાઓ અને રીતિ રિવાજોનો દેશ છે. ભારત વિવિધતાઓમાં એકતા અને સંસ્કારોનું પ્રતિક છે. દેશના ખૂણે ખૂણે અલગ અલગ રિવાજ મનાવવામાંઆવે છે. આવી જ એક પરંપરા છે આંધ્ર પ્રદેશના પશ્યિમ ગોદાવરી જિલ્લામાં મનાવામાં આવે છે. જિલ્લાના નરસાપુરમના એક આંધ્ર પરિવારમાં મકર સંક્રાતિ તહેવારના અવસરે રવિવારે પોતાના થનારા જમાઈને ૩૬૫ પ્રકારના ભોજન જમવા માટે આપ્યા હતાં.

મકર સંક્રાતિના તહેવારે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં એક આંધ્ર પરિવારે પોતાના જમાઈને શાહી ભોજન કરાવ્યું હતું. જેમાં ૩૬૫ પ્રકારના ભોજન હતાં. પરિવારના એક સભ્યએ કહ્યું હતું કે, પોતાના થનારા જમાઈ પ્રત્યે પ્રેમ બતાવવા માટે વર્ષના ૩૬૫ દિવસને ધ્યાને રાખીને ૩૬૫ પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કહેવાય છે કે, આ કપલ તહેવાર બાદ લગ્ન કરવાનું છે.

આપને જણાવી દઈએ કે, તુમ્મલપલ્લી સુબ્રમણ્યમ અને અન્નપૂર્ણા પોતાના દિકરા સાઈકૃષ્ણના લગ્ન એક સોનાના વેપારી અત્યમ વેંકટેશ્વર રાવ અને માધવીની દિકરી કુંદવી સંગ કરવા જઈ રહ્યા છે.

લગ્નની બરાબર પહેલા મકરસંક્રાતિ પર્વ પર વરના દાદા અંચતા ગોવિંદ અને દાદી નાગમણીએ પોતાના પૌત્ર માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આ ભવ્ય પ્રી વેડીંગ સેલિબ્રેશનમાં વર અને વધુના પરિવારના સભ્યો પણ ખુશી ખુશીથી જોડાયા હતા. બંને પક્ષોએ આ સેલિબ્રેશનને ખાનપાન અને હંસી મજાક સાથે ગ્રાંડ બનાવી દીધું હતું.

(10:10 am IST)