Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ભારતના ટોપ-૧૦ અમીરો પાસે છે અખૂટ સંપતિ : રોજ ૭ કરોડ ખર્ચે તો પણ ખતમ થતાં ૮૪ વર્ષ લાગે

૧૦ સૌથી અમીર લોકોની સંપતિ ૨૫ વર્ષ સુધી દેશના દરેક બાળકને મફત શિક્ષણ મળી શકે છે

નવી દિલ્હી,તા. ૧૮ : કોરોના મહામારીને કારણે જયાં એકબાજુ અનેક લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે, જયારે હજારો લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ છે. પણ બીજી બાજુ આ સમયગાળા દરમિયાન ભારતના અબજોપતિઓની કુલ સંપત્ત્િ। વધીને બમણાથી પણ વધારે થઈ ગઈ છે. ઓકસફેમ ઈન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારી દરમિયાન ભારતના અબજોપતિઓની સંખ્યા ૩૯ ટકા વધીને ૧૪૩ થઈ ગઈ છે. અને ભારતના ટોચના ૧૦ અમીર વ્યકિતઓ જો રોજના સાત કરોડ રૂપિયા વાપરે તો પણ તેમની સંપત્ત્િ। ખતમ થતાં ૮૪ વર્ષનો સમય લાગી શકે છે.

આજે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા શિખર સંમેલનનો પ્રથમ દિવસ હતો. તેવાં વિડીયો કોન્ફરન્સ મારફતે ઓકસફેમ ઈન્ડિયાના વાર્ષિક અસમાનતા સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, જો સૌથી અમીર ૧૦ ટકા લોકો પર એક ટકા વધારેનો ટેકસ લગાવવામાં આવે તો લગભગ ૧૭.૭ લાખ વધારેના ઓકિસજન સિલિન્ડર મળી શકે છે.

આર્થિક અસમાનતા પર ઓકસફેમના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૪૨ ભારતીય અબજોપતિઓની પાસે કુલ ૭૧૯ અબજ અમેરિકન ડોલર (૩૫ લાખ કરોડ રૂપિયાથી વધારે)ની સંપત્ત્િ। છે. દેશના સૌથી અમીર ૯૮ લોકોની કુલ સંપત્ત્િ।, સૌથી ગરીબ ૫૫.૫ કરોડ લોકોની કુલ સંપત્ત્િ।ના બરાબર છે.

રિપોર્ટમાં આગળ કહ્યું છે કે, જો ૧૦ સૌથી અમીર ભારતીય અબજોપતિઓનો રોજ ૧૦ લાખ અમેરિકન ડોલર ( ૭ કરોડ રૂપિયાથી વધારે) ખર્ચ કરે તો તેમની વર્તમાન સંપત્ત્િ। ૮૪ વર્ષે ખતમ થશે. ઓકસફેમમાં કહેવામાં આવ્યું છે કે, અબજોપતિઓ પર વાર્ષિક સંપત્ત્િ। ટેકસ લગાવવાથી દર વર્ષે ૭૮.૩ અબજ અમેરિકન ડોલર મળશે, જેનાથી સરકારના સ્વાસ્થ્ય બજેટમાં ૨૭૧ ટકાનો વધારો થઈ શકે છે.

રિપોર્ટ મુજબ કોરોના મહામારીની શરૂઆત એક સ્વાસ્થ્ય સંકટ તરીકે થઈ હતી, પણ હવે તે આર્થિક સંકટ બની ગયું છે મહામારી દરમિયાન સૌથી ધનિક ૧૦ ટકા લોકોને રાષ્ટ્રીય સંપત્ત્િ।નો ૪૫ ટકા હિસ્સો હાંસલ કર્યો છે, જયારે નીચેના ૫૦ ટકા આબાદીના હિસ્સામાં ફકત ૬ ટકા રકમ આવી છે. ૧૦ સૌથી અમીર લોકોની સંપત્ત્િ। ૨૫ વર્ષ સુધી દેશના દરેક બાળકને શાળાની તેમજ ઉચ્ચ શિક્ષણ આપી શકે છે તેવી વાત પણ રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

(10:06 am IST)