Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કંડલા બંદરે 30 હજાર ટન ડીઝલ ભરેલ એચપીસીએલના જહાજમાં આગ ભભૂકી :બે ક્રૂ મેમ્બર દાઝ્યા :26નો બચાવ

કોસ્ટગાર્ડ,અદાણી,એસ્સાર,રિલાયન્સ દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહી :ડીઝલ ઓઈલનો કદડો દરિયાને પ્રદુષિત કરે તેવી શકયતા :તંત્ર એલર્ટ

 

ભુજ ;કંડલા બંદરે 30 હજાર ટન હાઈસ્પીડ ડીઝલ લઈને આવેલ એમ ટી જિનીશા નામના ઓઇલ જહાજમાં આગ ભભુકતા તંત્ર દોડતું થયું છે

  એમટી જિનીશા જહાજ 30 હજાર ટન હાઈસ્પીડ ડીઝલના જથ્થા સાથે કંડલા બંદરે લાંગરેલ હતું જહાજમાં આગ લાગી હતી સાંજે 6 વાગ્યે લાગેલી આગ દરમિયાન 26 ક્રૂ મેમ્બરો જહાજમાં હતા જે પૈકી બે દાઝી ગયા હતા જોકે તમામને બાકેહવી લેવાયા છે

  દરમિયાન કંડલા પોર્ટની 3 ટગો દ્વારા આગ ઓલવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ આગ ભયાનક હોઈ કોસ્ટગાર્ડની મદદ મંગાવામાં આવી હતી

લખાઈ છે ત્યારે આગ ઓલવામાં અદાણી।એસ્સાર,રિલાયન્સની ટગો પણ મદદમાં પહોંચી છે 30 હજાર ટન હાઈસ્પીડ ડીઝલનો જથ્થો આગના બનાવ દરમિયાન દરિયાને પ્રદુષિત કરે તેવી શકયતાને પગલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ સતર્ક થઈને મદદે આવી ગયું છે

કંડલા પોર્ટની સત્તાવાર યાદીમાં જણાવાયા પ્રમાણે આગને હોલવવા માટે તંત્ર ખડેપગે તૈનાત છે

(12:42 am IST)