Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઇસ્લામિક સ્ટેટ,જૈશ-એ-મોહંમદ અને લશ્કર-એ- તોઇબાના અનેક લડવૈયાઓ કાબુલમાં પ્રવેશ્યા

વિદેશી લડવૈયાઓને કાબુલમાં પગદંડો જમાવતા રોકવા માટે તાલિબાન નેતાઓ સક્રિય : અમેરિકા સાથે કરાર અંતર્ગત તાલિબાન, અફઘાનિસ્તાનમાં રહીને કામગીરી કરતા ત્રાસવાદી જૂથોને અટકાવવા માટે પ્રતિબધ્ધ

કાબુલ :ઇસ્લામિક સ્ટેટ (આઇએસ),જૈશ-એ-મોહંમદ (જેઇએમ) અને લશ્કર-એ-તોઇબા (એલઇટી)ના અનેક લડવૈયાઓ તાજેતરમાં રાજધાની કાબુલમાં પ્રવેશ્યા છે. તાલિબાની નેતાઓને તાલિબાની ઝંડા સાથે પ્રવેશેલા આ વિદેશી ત્રાસવાદીઓની હાજરીનો ખ્યાલ છે. કાબુલના વિવિધ ભાગોમાં સક્રિય આ જૂથો હવે તાલિબાનોના નિયંત્રણમાં છે.

અમેરિકા સાથેના કરાર અંતર્ગત તાલિબાન, અફઘાનિસ્તાનમાં રહીને કામગીરી કરતા ત્રાસવાદી જૂથોને અટકાવવા માટે પ્રતિબધ્ધ છે. તેઓ આ જૂથોને આગામી થોડા દિવસોમાં કાબુલમાંથી હાંકી કાઢે એવી અપેક્ષા છે.

દોહાસ્થિત તાલિબાન રાજકીય કચેરીના સૂત્રો સાથે ગાઢપણે સંકળાયેલા અફઘાન માનવ અઘિકાર કાર્યકરે કહ્યું કે આગામી થોડા દિવસો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાન છે. કારણકે ઉપરોક્ત જૂથો, તાલિબાન નેતાગીરીના હુકમનો ભંગ કરીને હિંસા પર ઉતરી આવેલ એ શક્ય છે.

વિદેશી લડવૈયાઓને કાબુલમાં પગદંડો જમાવતા રોકવા માટે તાલિબાન નેતાઓ સક્રિય રહેવા પ્રયત્નશીલ છે. તાલિબાનના સ્થાપક મરહૂમ મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા યાકુબ સોમવારે અહીં આવી પહોંચતા ઉપરોક્ત કામગીરીની દિશામાં પ્રગતિ જણાય છે.

યાકુબ કવેટાથી આવ્યો છે, જ્યાં તાલિબાનોનો જમાવડો દાયકાઓથી છે. યાકુબ તાલીબાની દળોનો 'ચીફ ઓફ ઓપરેશન્સ' છે. જો તાલિબાનો અન્ય ત્રાસવાદી જૂથોને લશ્કરી તાકાતથી ખદેડીં મૂકવાનો પ્રયાસ કરે તો બે વચ્ચે થનારી અથડામણ બાબતે ચિંતા પ્રવર્તે છે.

(12:18 am IST)