Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાન સંકટને લઇ મોદી સરકારનો મોટો નિર્ણય :ભારત આવતા લઘુમતિઓને શરણ આપશે

વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સલામત વાપસી સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને મંગળવારે પીએમના નિવાસસ્થાન 7 LKM પર એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સલામત વાપસી સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા હતા અહેવાલ મુજબ  પીએમ મોદીએ જણાવ્યું કે ભારતમાં આવતા દરેક લઘુમતીઓને મદદ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા

બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ સંબંધિત અધિકારીઓને આગામી દિવસોમાં અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ભારતે માત્ર તેના નાગરિકોનું જ નહીં, પણ આપણે શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપવો જોઈએ જે ભારતમાં આવવા માંગે છે, અને આપણે તમામ શક્ય મદદ પણ પૂરી પાડવી જોઈએ. મદદ માટે ભારત તરફ જોઈ રહેલા અમારા અફઘાન ભાઈઓ અને બહેનોને મદદ કરો.

માનવામાં આવે છે કે આ બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા અને રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન પણ હાજર હતા. રાજદૂત ટંડન આજે કાબુલથી આવી રહેલી ફ્લાઈટમાં જામનગરમાં ઉતર્યા હતા.

(11:04 pm IST)