Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહિલાઓને સરકારમાં જોડાવા તાલિબાને અપીલ કરી

મહિલાઓ કોઇ પણ પ્રકારની હિંસાનો શિકાર ન બને : તાલિબાન

કાબુલ તા. ૧૭ : અફઘાનિસ્તાનપર કબ્જો કર્યા બાદ તાલિબાને હવે પોતાની સરકારનો એજન્ડો નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાનના એક અધિકારીએ એલાન કર્યું છે કે તેમણે તમામ નાગરિકો માટે એક સાથે માફી આપવાનો નિર્ણય કર્યો છે. સાથે મહિલાઓને સરકારમાં જોડાવા અપીલ કરી છે.

ઈસ્લામિક અમિરાતના કલ્ચર કમિશનના અનામુલ્લાહએ એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન આ એલાન કર્યું છે.તાલિબાનતરફથી કહેવામાં આવ્યું છે કે તે પોતાની સરકારમાં મહિલાઓને સામે કરશે સાથે તેઓ નથી ઈચ્છતા કે મહિલાઓ કોઈ પ્રકારની હિંસાનો શિકાર બને. જો કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારનું ગઠન કેવી રીતે થશે અને કયા ફોર્મ્યુલા અંતર્ગત થશે તેના પર તાલિબાને પત્તા નથી ખોલ્યા. તાલિબાનનું કહેવું છે કે અમારી લીડરશીપ સંપૂર્ણ ઈસ્લામિક રહેશે અને તમામને જગ્યા મળશે.તાલિબાનતરફથી આ નિવેદન ત્યારે આવ્યું જયારે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોના ભવિષ્યને લઈને અનેક પ્રકારની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવતા જ દેશના અલગ અલગ ભાગોમાં અનેક પ્રકારના ફેરફાર આવી રહ્યા છે. દિવાલો પર અથવા બોર્ડ પર જયાં મહિલાઓના ફોટા લાગ્યા છે. ત્યાં લોકો પોતે જ રંગ લગાવી રહ્યા છે. કેમ કે તાલિબાનના નિયમ મુજબ મહિલાઓએ હિજાબ પહેરવો જરૂરી છે. થોડાક દિવસ પહેલા તાલિબાને સંકેત આપ્યા હતા કે અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગૂ થશે.ઉલ્લેખનીય છે કેતાલિબાનતરફથી અફઘાનિસ્તાનના તમામ કર્મચારીને પણ કામ પર પાછા ફરવા અપીલ કરવામાં આવી છે. તાલિબાનનું કહેવું છે કે તમામ લોકો પોતાની રૂટિન લાઈફ ચાલુ રાખે. કોઈને પણ નુકસાન નહીં પહોંચાડવામાં આવે.

(3:38 pm IST)