Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દેશમાં ૩ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ

ન્યૂઝીલેન્ડમાં માત્ર એક કેસ મળતા ૩ દિ'નું લોકડાઉન લાગૂ

ઓકલેન્ડ, તા.૧૭: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ને ફેબ્રુઆરી બાદથી કોરોનાના પહેલા કમ્યુનિટી કેસના રિપોર્ટ આવ્યા બાદ દેશમાં ૩ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઓકલેન્ડમાં નોંધાયો છે. આ બાદ આજે અડધી રાતથી દેશમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. અર્ડર્ને વેન્લિંગ્ટનમાં એક સંવાદદાતા સમ્મેલન દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં ઓકલેન્ડ અને આસપાસના કોરોમંડલ વિસ્તારમાં ૭ દિવસ માટે લોકડાઉન લાગૂ રહેશે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં તમામ સ્કૂલ, સાર્વજનિક સ્થળ અને મોટાભાગના વ્યવસાય બંધ રહેશે. લોકોને દ્યરેથી કામ કરવાની સલાહ અપાઈ છે. બહાર નિકળવાની જરુર હોવા પર ફેસ માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડે મોટા પાયા પર વાયરસ પર નિયંત્રણ મેળવી લીધું છે.  આજ કારણ છે કે અહીં અર્થવ્યવસ્થા મહામારી દરમિયાન સારી થઈ ગઈ છે. જો કે રસીકરણની ધીમી સ્પીડે તેને વધુ એક સંકટમા નાંખી દીધું છે. ઉલ્લેખનીય છે કે અત્યાધિક સંક્રમક ડેલ્ટા સંસ્કરણે પડોશી ઓસ્ટ્રેલિયાના મોટા ભાગમાં લોકડાઉનની ઝપેટમાં આવવા મજબૂર કરી દીધુ છે.

(3:37 pm IST)