Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહાકાય પ્લેનનો ગેટ ખૂલ્યો અને ઘુસી આવ્યા ૮૦૦ અફઘાની!: ક્રૂએ તમામને લઈને ઉડવાનો સાહસિક નિર્ણય લીધો

અમેરિકન વાયુ સેનાના સી ૧૭ ગ્લોબમાસ્ટરની અંદરની તસ્વીરથી અફઘાનિસ્તાનમાં અરાજકતાનો અંદાજો લગાવી શકાય છે

કાબુલ, તા.૧૭ : અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ચૂક્યું છે. ત્યાંનું પ્રશાસન તાલિબાન નેતૃત્વને સત્તા હસ્તાંતરિત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના લોકોમાં ડર વધારી રહ્યા છે.

અફઘાનિસ્તાનના લોકો ૯૦ના દશકમાં તાલિબાન રાજના અત્યાચારને ભૂલ્યા નથી. એટલા માટે તેમના હાથમાં હકિકતમાં સત્તા આવતા રહેલા કોઈ પણ કિંમતે દેશમાંથી જતા રહેવા માંગે છે. એટલા માટે કાબૂલ એરપોર્ટ પર લોકોની જબરજસ્ત ભીડ લાગી છે. અફઘાનિસ્તાનથી લોકોની સ્થિતિ વર્ણવતી એવી તસવીરો હાલ વાયરસ થઈ હતી. જેમાં વિમાનને લટકેલા ૩ લોકોનું ઉંચાઈથી પડવાથી મોંત થયું છે.

હવે તેના પ્લેનની અંદરની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને અફઘાનિસ્તાનની અરાજકતાનો અંદાજો લગાવી શકાય છે. Defense One વેબસાઈટ તરફથી જારી વાયરલ તસવીરોમાં અમેરિકન વાયુ સેનાના સી ૧૭ ગ્લોબમાસ્ટરની અંદરની તસવીર દેખાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાનોમાં ૧૩૪ લોકોના બેસવાની સીટ હતી. જો કે એરપોર્ટ પર જેવો વિમાનનો ગેટ ખુલ્યો તેમાં ઘડાઘડ ૮૦૦ લોકો ભરાી ગયા. અંદર ઘૂસેલા લોકો કોઈ પણ કિંમતે બહાર આવવા તૈયાર નથી થયા. તેમને કહેવું હતું કે અફઘાનિસ્તાનમાં રોકાયા તો તાલિબાન મારી નાંખશે.

આખરે પ્લેનના ક્રુએ સાહસિક નિર્ણય લીધો. તેમણે ૮૦૦ લોકોની સાથે પ્લેનને ટેકઓફ કરાવવાનો નિર્ણય લીધો. આ માટે સીટો કાઢી નાંખી. જે બાદ લોકો પ્લાનના ફર્શ પર બેસી ગયા. અધિકારીઓના જણાવ્યાનુંસાર પ્લેનમાં ભરેલા ૮૦૦ લોકોમાંથી ૬૫૦ અફઘાની નાગરિક હતા. તે તમામને અમેરિકા લાવવામાં આવ્યા છે. અમેરિકન વાયુ સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે મનાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકોના બહાર આવવાનો આ રેકોર્ડ હોઈ શકે છે.

(2:57 pm IST)