Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મારી પર પણ તોગડિયા જેવો ભય, BJP - RSS કરાવી શકે છે હત્યાઃ મેવાણી

ભાજપ અને આરએસએસ મને રસ્તા પરથી હટાવવા માગે છે

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાતમાંથી ઉભરેલા યુવા દલિત નેતા અને વડગામના ધારાસભ્યય જીજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે તેમના જીવને પણ તોગડીયાની જેમ ખતરો છે અને ભાજપ-આરએસએસ તેમને રસ્તેથી હટાવવા માટે કંઈપણ કરી શકે છે. જેથી કેટલાક દલિત સંગઠનોએ મેવાણી માટે ળ્ કેટેગરીની સુરક્ષાની માગણી કરી છે.

મીડિયા રિપોર્ટના આધારે એવા અહેવાલ મળી રહ્યા છે કે જિજ્ઞેશે મંગળવારે સાંજે એક નિવેદન આપતા કહ્યું કે, 'મારા મનમં પણ પ્રવિણ તોગડિયા જેવો ભય છે. મને લાગે છે કે કોઈક મારી હત્યા કરવાનો પ્રયાસ કરશે. મારા સૂત્રોએ મને કહ્યું છે કે ભાજપ અને આરએસએસના લોકો મને રસ્તા પરથી હટાવવા માગે છે.'

હકીકતમાં તાજેતરમાં વિશ્વ હિંદૂ પરિષદના પ્રવિણ તોગડિયા દ્વારા નાટકીય ઢબે ગાયબ થવું અને પછી મળી આવવું જેવા પ્રકરણમાં પોતાના જીવ પર ભાજપ અને ય્લ્લ્ના કેટલાક નેતાઓ દ્વારા ખતરો હોવાનું પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું. હવે તેવી જ વાત દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ કરી રહ્યા છે.

તો આ બાજુ મેવાણીની સુરક્ષાને લઈને કેટલાક દલિત સંગઠનોએ ળ્ કેટેગરીની સુરક્ષા માટે માગણી કરી છે. તમને જણાવી દઈએ કે ળ્ કેટેગરીની સુરક્ષામાં ૮ કમાંડો સહિત ૧૧ પોલિસકર્મી તહેનાત હોય છે. આ દલિત સંગઠનો દ્વારા રાજયના જુદા જુદા જિલ્લાઓમાં કલેકટરને આ અંગે અરજી સોંપવામાં આવી છે. તો આ સાથે જ મેવાણી અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર વિરુદ્ઘ ચાલતા કેસને પણ પરત ખેંચવાની માગણી કરી છે. રાષ્ટ્રીય દલિત મંચના જણાવ્યા મુજબ રાજયભરમાં લગભગ ૩૦ જેટલા જિલ્લાઓમાં આ આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.

 

(3:59 pm IST)