Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

દિશા સાલિયાન માનહાનિ કેસ : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, તથા ધારાસભ્ય નિતેશ રાણેના આગોતરા જામીન મંજૂર : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિવંગત દિશા સાલિયાનના માતા-પિતાની ફરિયાદના આધારે પિતા પુત્ર બંને સામે કેસ નોંધવામાં આવ્યો હતો : મુંબઈ કોર્ટે 15 હજારના બોન્ડ ઉપર આગોતરા જામીન મંજુર કર્યા



મુંબઈ : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય નિતેશ રાણેને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિવંગત દિશા સાલિયાનના માતા-પિતાની ફરિયાદના આધારે પિતા પુત્ર બંને સામે નોંધાયેલા કેસના સંબંધમાં બુધવારે મુંબઈની અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
એડિશનલ સેશન્સ જજ એસ.યુ.બાઘેલે બંને પક્ષકારોને લાંબી સુનાવણી કર્યા બાદ આજે ચુકાદો સંભળાવ્યો હતો.

તેમણે નિર્દેશ આપ્યો કે ધરપકડના કિસ્સામાં, બંને અરજદારોને જામીન બોન્ડ તરીકે ₹15,000 રજૂ કરીને જામીન પર મુક્ત કરવામાં આવે. પક્ષકારોને સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડાં ન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
 

બંને પિતા અને પુત્ર પર કથિત રીતે બદનક્ષીભરી ટિપ્પણી કરવા અને સાલિયાન વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો, બંને આરોપીઓએ તેમની સામેના કેસને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ અલગ-અલગ અરજી પણ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:09 pm IST)