Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

રશિયાના હાલ બેહાલ : મોંઘવારી ચરમસીમાએ : જમાખોરી વધી : મધ્‍યમવર્ગ સામે ખરીદીનું સંકટ ઉભુ થયું

રશિયન નાણામંત્રાલય મુજબ મોંઘવારી ૦.૪૫ ટકાથી વધીનેᅠ૨.૦૦ ટકાએ પહોંચી

મોસ્‍કો તા. ૧૬ : રશિયા-યુક્રેન વચ્‍ચે ૨૦માં દિવસે પણ એક બાજુ યુક્રેન પર રશિયન સેનાનો બોમ્‍બમારો ચાલુ છે બીજી બાજુ રશિયા પર પ્રતિબંધોનોᅠદોર પણ ચાલુ જ છે. આ દરમ્‍યાનᅠયુક્રેનીᅠશહેરોમાં મોટી સંખ્‍યામાં પલાયનના કારણે શરણાર્થી સંકટ વધી રહ્યું છે. બીજી બાજુ રશિયા શહેરોમાં પણ સામાન્‍ય જીવન બેહાલ છે. રશિયામાં વધતા પ્રતિબંધો તેમજ આર્થિક દંડોનાᅠલીધે મોંઘવારી ચરમ પર છે અને જમાખોરી વધવા લાગી છે. રૂબલની કિંમતમાં ઘટાડો થયો છે.ᅠ
રશિયામાં જમીનીᅠહાલત એ છે કે સામાન્‍ય મઘ્‍યવર્ગની સામે ખરીદીનું સંકટ ઉભું થયું છે. ખાદ્ય તેલ, ખાંડ અને અન્‍ય જરૂરી ચીજ વસ્‍તુઓના ભાવ પ્રતિબંધોનાᅠબાદથી વધી ચુક્‍યાᅠછે.ᅠ છેલ્લા ૨૦ દિવસમાં ખાંડના ભાવ ૨૦ ટકા સુધી વધી ગયા છે. મોસ્‍કો અને અન્‍ય શહેરોમાં દવાઓના વેચાણનેᅠપણ મર્યાદિત કરવામાં આવી રહ્યા છે. મોસ્‍કો, બેલગ્રેડ સેન્‍ટ પીટર્સબર્ગ અને નોવેસીબસર્કમાંᅠપણ જમાખોરી વધી છે.ᅠ
બીજી તરફ, યુક્રેન પર હુમલાની શરૂઆતથી જ રશિયન ચલણ રૂબલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦ ફેબ્રુઆરીએ, જયાં કરિયાણાની વસ્‍તુ જે ૫,૫૦૦ રૂબેલ્‍સમાં આવતી હતી, હવે ૮,૫૦૦ રૂબેલ્‍સ ચૂકવવા પડશે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોએ રશિયામાં સ્‍માર્ટફોન અને લેપટોપનો પુરવઠો અટકાવ્‍યા બાદ રશિયામાં સ્‍માર્ટફોન અને લેપટોપના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો થયો છે. જયારે ઘણી કંપનીઓએ પોતાનો માલ વેચવાનું બંધ કરી દીધું છે. આ સંજોગોની સામાન્‍ય જનજીવન પર સંપૂર્ણ અસર પડી રહી છે.
પヘમિી દેશોના પ્રતિબંધો પછી રશિયા વિદેશી ચલણમાં ડોલર અને યુરો અનામતનો ઉપયોગ કરી શક્‍યું નથી. આના ઉપાય તરીકે રશિયા ચીની ચલણ યુઆનનો વિદેશી ચલણ તરીકે ઉપયોગ કરશે. પરંતુ અત્‍યારે તેને એક સમસ્‍યા છે. રશિયન નાણાકીય સંસ્‍થાઓ આંતરરાષ્ટ્રીય SWIFT ચુકવણી સિસ્‍ટમમાંથી ખેંચાઈ ગઈ છે. આનાથી રશિયામાં ચુકવણી કરવી અને રશિયાની બહાર નાણાં ટ્રાન્‍સફર કરવાનું મુશ્‍કેલ બન્‍યું છે. Apple, Google Pay, Mastercard, Visaએ રશિયામાં તેમની સેવાઓ મર્યાદિત કરી છે. જેના કારણે લોકો સમક્ષ પેમેન્‍ટ આપવા અને લેવાનો પ્રશ્ન પણ ઉભો થયો છે.
રશિયન નાણા મંત્રાલય અનુસાર, વાર્ષિક ગ્રાહક ફુગાવાનો દર, જે ૨૫ ફેબ્રુઆરીએ ૯.૦૫ ટકા હતો, તે ૪ માર્ચે વધીને ૧૦.૪૨ ટકા થયો હતો. સપ્તાહ દીઠ ફુગાવો પણ ૦.૪૫ ટકાથી વધીને ૨.૨૨ ટકા પર પહોંચી ગયો છે. અહીંની પ્રોમ્‍સવ્‍યાઝ બેંક (PSB) અનુસાર, લોકોએ માર્ચના પ્રથમ સપ્તાહમાં ખોરાક અને કપડાં પર વધુ ખર્ચ કર્યો. સામાન્‍ય રશિયનોએ ફેબ્રુઆરીમાં સરેરાશ કરતાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ૨૧ ટકા વધુ ખર્ચ કર્યો હતો.
યુક્રેનની વર્તમાન કટોકટી વચ્‍ચે, બ્રિટિશ વિઝા અને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્‍ટ (UKVI) એ દેશની બહારની તમામ અરજીઓ માટે અગ્રતા અને વધુ પ્રાધાન્‍યતા વિઝા સેવાઓ સ્‍થગિત કરવાનો નિર્ણય લીધો છે. નવા અપડેટ મુજબ, અભ્‍યાસ, કાર્ય અને ફેમિલી વિઝા માટેની અરજીઓ પર પ્રક્રિયા કરવામાં વધુ સમય લાગી શકે છે.
અત્‍યાર સુધીમાં ૨.૯ મિલિયનથી વધુ લોકોને યુક્રેન છોડીને પડોશી દેશોમાં શરણાર્થી બનવાની ફરજ પડી છે. દરરોજ ૭૩,૦૦૦ બાળકો દેશ છોડી રહ્યા છે.

 

(10:37 am IST)