Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ટ્રેનમાં ફરતા-ફરતા નિર્ણય લઈ રહ્યા છે

યુદ્ધમાં રેલવે યુક્રેનની લાઈફ લાઈન બની : જેલેન્સ્કીએ બંકરમાં જવાનો ઈનકાર કરી દીધો, યુદ્ધ શરુ થયા બાદ રેલવે દ્વારા ૨૧ લાખથી વધારે યાત્રિકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા

કિવ,તા.૧૫ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેન માટે રેલવે લાઈફ લાઈન બની રહી છે.

રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બંકરમાં જવાનો ઈનકાર કરી દીધો છે અને એવુ જાણવા મળ્યુ છે કે, તે ટ્રેનમાં ફરતા-ફરતા નિર્ણયો લઈ રહ્યા છે.રશિયા તેમને ટાર્ગેટ ના બનાવી શકે તે માટે જેલેન્સકી ટ્રેનમાં યાત્રિકો વચ્ચે બેસીને મુસાફરી કરવાના બહાને નિર્ણયો લઈ રહ્યા છે.

દરમિયાન રેલવે નેટવર્ક યુક્રેનને મદદ કરી રહ્યુ છે.યુધ્ધ શરુ થયા બાદ રેલવે દ્વારા ૨૧ લાખ યાત્રીકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે.રેલવે દ્વારા જરુરી સામાનનો સપ્લાય થઈ રહ્યો છે. જોકે રશિયાના હુમલામાં ઘણા રેલવે ટ્રેક અને પુલોને નુકસાન થયુ છે.યુધ્ધ વચ્ચે યુક્રેનના રેલવે કર્મચારીઓ તેનુ સમારકામ કરી રહ્યા છે.જેમાં ૩૩ કર્મચારીઓના મોત થઈ ચુકયા છે.કેટલુક રેલવે નેટવર્ક હવે યુક્રેનના નિયંત્રણની બહાર છે.

યુક્રેનમાં રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓને પોતાની રીતે નિર્ણય લેવાની છુટ અપાઈ છે.જરુર પડે તો તેઓ ટ્રેનોનો રુટ બદલી પણ શકે છે.

(12:00 am IST)