Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન રવિન્‍દ્ર ‘‘રવિ'' રાજમાન મૃતક હાલતમાં મળી આવ્‍યા: ૧ર ડીસેં. ૨૦૧૮ ના રોજ મેનહટન એપાર્ટમેન્‍ટમાંથી મૃતદેહ તથા હેરોઇનનું કવર મળી આવતા ઓવરડોઝથી મોત થયું હોવાનું અનુમાન : પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી

ન્‍યુયોર્ક : યુ.એસ. માં ન્‍યુયોર્ક યુનિવર્સિટી સ્‍કુલ ઓફ મેડિસીનમાં પલ્‍મોનરી ફીઝીશીયન તરીકે કામ કરતો ઇન્‍ડિયન અમેરિકન ડો. રવિન્‍દ્ર ‘‘રવિ'' રાજમાન નો મૃતદેહ તેમના મેનહટન એપાર્ટમેન્‍ટમાંથી ૧ર ડીસેં. ૨૦૧૭ના રોજ મળી આવ્‍યો હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

 ૮ ડીસેં. થી કામ ઉપર નહીં ગયેલા આ ડોકટરના સહકર્મચારીએ ૧૨ ડીસેં. ના રોજ તેમના નિવાસ સ્‍થાને તપાસ કરતાં તેમનો મૃતદેહ મળી આવ્‍યો હતો. તથા મૃતદેહની બાજુમાં હેરોઇનનું પારદર્શક કવર મળી આવતા તેના ઓવરડોઝથી મૃત્‍યુ થયું હોવાનું અનુમાન છે.

જો કે પોલીસ પ્રવકતાના જણાવ્‍યાં અનુસાર મૃતદેહનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા પછી મૃત્‍યુનું કારણ જાણવા મળી શકે .

(10:51 pm IST)