Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ટોકિયો ઓલમ્પિકના પ્રારંભ પહેલા રશિયા અને બ્રાઝિલ બાદ જાપાનની ટીમ કોરોના સંક્રમિત

જાપાનના ઓલિમ્પિક દળના એક એથલેટ અને પાંચ ઓલિમ્પિક કર્મચારીઓ કોરોના પોઝિટિવ

ટોકિયો ઓલિમ્પિકસમાં કોરોનાનું તેનુ સંકટ વર્તાઈ રહ્યું છે. એકાદ સપ્તાહ બાદ ઓલિમ્પિક રમતોની ઓપનિંગ સેરેમની થવાની છે. આ પહેલા જ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવવા લાગ્યા છે. ગુરુવારે જાપાનના ઓલિમ્પિક દળના એક એથલેટ અને પાંચ ઓલિમ્પિક કર્મચારીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. આ પહેલા રશિયા અને બ્રાઝિલની ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા.

ટોક્યો ઓલિમ્પિક રમતો ગત વર્ષ 21 જૂલાઈએ આયોજીત થવાની હતી. પરંતુ કોરોનાને લઈ આયોજનને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. ઓલિમ્પિક રમતો હવે આ વર્ષે 23 જૂલાઈથી આયોજીત કરવામાં આવનાર છે. જોકે હજુ પણ આ રમતો પર હજુ પણ કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

જે મુજબ નિવેદન સામે આવ્યુ હતુ એ મુજબ છ લોકો કોરોના સંક્રમિત જણાઈ આવ્યા છે. જેમાં એક એથલેટ પણ સામેલ છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાકટર અને ગેમ્સ સ્ટાફ સભ્યો પણ સામેલ છે. જોકે એમાંથી કોઈની પણ ઓળખ જાહેર કરવામાં આવી નથી.

આ સમાચારોથી રમતોના આયોજન પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જોકે આયોજકોનું કહેવુ છે કે, 1 જૂલાઈથી અત્યાર સુધીમાં 8 હજાર લોકો જાપાન આવી ચુક્યા છે. જેમાંથી માંડ કેટલાક લોકો જ સંક્રમિત જણાયા છે

આ અગાઉ જાપાનની ઓલિમ્પિક હોટલમાં સામેલ હમામાત્સુ શહેરની એક હોટલના 8 કર્મચારીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. જે હોટલમાં બ્રાઝિલની જૂડો ટીમના 30 સભ્યો રોકાયેલા હતા. જે 10 જૂલાઈએ ત્યાં પહોંચ્યા હતા. રિપોર્ટનુસાર, શહેરના સ્વાસ્થ્ય અને રમત અધિકારીઓએ જોકે સ્પષ્ટ કર્યુ હતુ કે કોઈ પણ સંક્રમિત સ્ટાફ બ્રાઝિલના એથલેટોના સંપર્કમાં નથી આવ્યો. હાલમાં તેનો કોઈને પણ ખતરો નથી.

રશિયાના ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. રગ્બી-7 ટીમના સ્ટાફનો એક સભ્ય ટોક્યો પહોંચવા પર સંક્રમિત જણાયો હતો. જેના બાદ તેને મુનકાટાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રગ્બી-7ની ટીમના તે જૂથમાં 26 સભ્યો હતા. જેમાં 16 એથલીટ અને સપોર્ટ સ્ટાફ ના 10 લોકો સામેલ હતા.

(12:31 am IST)