News of Wednesday, 14th February 2018

સ્ત્રીઓ માટે અસલામત ગણાતી રાજધાની દિલ્હીમાં પાંચ ખૂખાર મહિલા ડોનનું સામ્રાજ્ય

કોન્ટ્રેકટ કિલીંગ, સેકસ સ્કેન્ડલ, ચેઇન સ્નેચીંગ અને ખંડણી વસૂલવાના ૯૦ ટકા ગુન્હાઓમાં મહિલાઓની સંડોવણીઃ સોનુ પંજાબણ, બશીરન, શકીલા, રમાપ્રિત ઉર્ફે રાની અને સાયરાબેગમ જેવા નામો પોલીસના ટોચના લીસ્ટમાં

નવી દિલ્હી તા. ૧૪ : ગુનાખોરીની દુનિયામાં માત્ર પુરૂષોનો જ સિક્કો ચાલે છેતેવું નથી પણ હવે આ દુનિયામાં મહિલાઓ પણ પોતાની ઓળખઊભી કરવામાં સફળ થઈ રહી હોવાથી પોલીસ માટે કપરા ચઢાણોસર્જાઈ રહ્યા છેે. મહિલાઓ સામેના ગુના માટે કુખ્યાત દેશનીરાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક-બે નહીં પણ પાંચ-પાંચ ખૂંખારમહિલા ડોન કાર્યરત છે. જેઓ સેક્સ કૌભાંડથી માંડી કોન્ટ્રાક્ટકિલિંગના કામ કરે છે. આ પાંચ 'ગોડ મધર'માં સોનું પંજાબણ,બશિરન, શકિલા, રમાપ્રિત કૌર ઉર્ફે રાની અને સાયરા બેગમનોસમાવેશ થાય છે.૬ર વર્ષીય બશિરન દિલ્હીની મોસ્ટ વોન્ટેડ અપરાધી છે. જેહત્યા કેસમાં ભાગેડુ છે.

બશિરનના છ પુત્રો સામે ગુનાખોરીના ૯૯ કેસો છે. બશિરન રૂ.૬૦ હજાર માટે કોઈની પણ હત્યાકરાવી શકે છે. દિલ્હી પોલીસની ફાઈલમાં પ૩ વર્ષીય શકિલા'બેડ કેરેક્ટર' તરીકે ઓળખાય છે. તેની સામે ર૧ કેસો નોંધાયેલાછે. રમાપ્રિત કૌર પુરૂષોના કપડાં પહેરે છે અને મોટરસાયકલચલાવે છે. રમાપ્રિત શહેરભરમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવેછે. એ જાણીને આશ્ચર્ય થશે કે દિલ્હીમાં મહિલાઓ સૌથી મોટુંસેક્સ કૌભાંડ ચલાવે છે. દિલ્હીની મેટ્રો રેલવે, ભરચક બસોમાંથીપાકિટ અને મોબાઈલ ફોનની તફડંચીમાં ૯૦ ટકા મહિલાઓસામેલ છે. ગત વર્ષે દિલ્હીની મેટ્રો રેલમાં ચોરી મામલે ૧,ર૧૧વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં માત્ર ૮૯ જપુરૂષો હતા. બાકી મહિલાઓ હતી.

કેટલીક મહિલાઓ ગેંગસ્ટર્સ સાથે મળી હનીટ્રીપ કૌભાંડ ચલાવે છે. દારૂના અર્ીા, જુગારના, સેક્સ કૌભાંડો મામલે દિલ્હી પોલીસમાં મહિલાઓ સામેઅનેક કેસો નોંધાયેલા છે.આ તમામમાં સોનુ પંજાબણ, બશિરન, શકિલા, રમાપ્રિતકૌર ઉર્ફે રાની અને સાયરા બેગમ ટોચ પર છે. આ પાંચેયમહિલાઓ પોતપોતાની અલગ-અલગ ગેંગ ચલાવે છે અનેસિન્ડિકેટ ક્રાઈમને અંજામ આપે છે. શકિલા લાંબા ગુનાહિતઈતિહાસ ધરાવે છે. ગીતા અરોરા ઉર્ફે સોનુ પંજાબણ દિલ્હીમાંસૌથી મોટું સેક્સ કૌભાંડ ચલાવે છે. રમાપ્રિત કૌર બાઈક પરચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપે છે. સાયરા બેગમ છેલ્લાત્રણ દશકથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય છે. બશિરનને આઠપુત્ર છે અને તે ખંડણી, લૂંટ, કોન્ટ્રાક્ટ કિલિંગ જેવા ગુનાઓનેઅંજામ આપે છે.

(4:44 pm IST)
  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST