Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

અમૃતસર મેડિકલ કોલેજમાં ભીષણ આગ ભભૂકી :એક્સ-રે યુનિટમાં પ્રચંડ વિસ્ફોટ: 650 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

ઓપીડીની પાછળની બાજુ અને એક્સ-રે યુનિટની નજીક આવેલા બે ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થવાથી આ આગ લાગી

અમૃતસર મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી છે,થોડી જ વારમાં આગ એટલી ગંભીર બની ગઈ કે હોસ્પિટલમાં દાખલ 650 દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા. થોડીવારમાં આખી હોસ્પિટલ આગની લપેટમાં આવી ગઈ હતી. તરત જ દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

 અમૃતસર મેડિકલ કોલેજમાં શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ આ ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઓપીડીની પાછળની બાજુ અને એક્સ-રે યુનિટની નજીક આવેલા બે ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થવાથી આ આગ લાગી છે. કારણ કે આ ટ્રાન્સફોર્મર દ્વારા જ હોસ્પિટલને વીજળી પૂરી પાડવામાં આવે છે. જો કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.

જોત જોતામાં આગ એટલુ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું કે થોડી જ વારમાં આખી હોસ્પિટલમાં આગ ફેલાઈ ગઈ. ખાસ કરીને ઉપરના માળે આવેલ સ્કીન વોર્ડમાં તો બુમો પડી હતી. કારણ કે અહીં 650 જેટલા દર્દીઓ દાખલ હતા. આખો ચારણ જ્વાળાઓ અને ધુમાડાથી ભરાઈ ગયો હતો. કોઈક રીતે હોસ્પિટલ બંધ થઈ અને સ્વજનોએ દર્દીઓને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું. જો કે, દર્દીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકો અને હોસ્પિટલ સ્ટોપે પોલીસ અને ફાયર વિભાગને અકસ્માતની જાણ કરી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ સ્થળ પર હજુ પણ આગની જ્વાળાઓ વધી રહી છે. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.

(6:45 pm IST)