Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

બેંકો ડૂબવાનો પત્રકારોએ પ્રશ્‍ન ઉઠાવતાં બાઈડેન અધવચ્‍ચે કોન્‍ફરન્‍સ છોડીને ભાગ્‍યા

બાઈડેનના આ વર્તનનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટીકા

વોશીંગ્‍ટન, તા.૧૪: અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઈડેન કયારેક પોતાની વિચિત્ર હરકતો અને જવાબોને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાય છે. ઘણા -સંગોએ અમેરિકાની વિપક્ષી રિપબ્‍લિકન પાર્ટીએ બાઈડેન પર આ મુદ્દાથી ભટકવાનો અને રોષે ભરાવવાનો આરોપ લગાવ્‍યો છે. આ દરમિયાન સોમવારે બાઈડેન ફરી એકવાર ચર્ચામાં આવ્‍યા છે. હકીકતમાં અમેરિકન બેંકની સ્‍થિતિ અંગે સવાલ કરવામાં આવ્‍યો ત્‍યારે બાઈડેન અચાનક સ્‍ટેજ છોડીને ભાગી ગયા હતા.

નોંધનીય છે કે, સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબવાના મુદ્દા પર સરકારનો પક્ષ રજૂ કરવા માટે બાઈડેને આ પ્રેસ કોન્‍ફરન્‍સ બોલાવી હતી. આ દરમિયાન કેટલાક પત્રકારે તેમને પૂછયું કે શું તમે અમેરિકનોને ખાતરી આપી શકો છો કે બેંક ડૂબવાની ઘટનાઓની કોઈ વિપરીત અસર નહીં થાય? અને અમેરિકામાં બીજી કોઈ બેંક પડી શકે ખરી? જો કે, આ દરમિયાન બાઈડેન પોડિયમ પરથી પાછળ હટી ગયા અને પત્રકારોની અવગણના કરીને કોઈ જવાબ આપ્‍યા વિના રૂમમાં ગયા હતા.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના આ વીડિયો પર ઘણા લોકોએ બાઈડેનની મજાક ઉડાવી છે. કાલેબ મેક્‍સ નામના વ્‍યક્‍તિએ કહ્યું હતું કે, આ વ્‍યક્‍તિને એ પણ ખબર નથી રહેતી કે તેણે નાસ્‍તામાં શું ખાધું હતું તો કેવી રીતે ખબર પડશે કે આગામી ૫ દિવસમાં બેંકમાં શું થશે. આમ બાઈડેનના વર્તનથી અનેક લોકો તેમની ટીકા કરીને વિવિધ -તિક્રિયાઓ આપી રહ્યાં છે.

સોમવારે (સ્‍થાનિક સમય) કહ્યું હતું કે, બે અમેરિકાની બેંકો સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના પતન પછી પણ યુએસ બેંકિંગ સિસ્‍ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બાઈડેને જણાવ્‍યું હતું કે સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં ખાતા ધરાવતા દેશભરના નાના ઉદ્યોગો તેમના કામદારોને ચૂકવણી કરી શકશે તે જાણીને સરળ શ્વાસ લઈ શકે છે. કરદાતાઓએ આમાં એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. બેંકો ડિપોઝિટ ઇન્‍સ્‍યોરન્‍સ ફંડમાં જમા કરે છે તે ફી સાથે આ ચૂકવવામાં આવશે.

(3:58 pm IST)