Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ફ્‌લાઇટમાં સિગારેટ પીવા બદલ કોર્ટે ફટકાર્યો ૨૫ હજારનો દંડઃ આરોપી ૨૫૦ આપવા પર મક્કમ! જેલમાં મોકલી આપ્‍યો

એર ઈન્‍ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્‍યું હતું કે પેસેન્‍જરે સિગારેટ પીધી અને અન્‍ય લોકો સાથે ગેરવર્તન કર્યું અને ફ્‌લાઈટમાં ગુસ્‍સેભર્યું વલણ અપનાવ્‍યું

મુંબઈ, તા.૧૪: એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટમાં સિગારેટ પીવા અને ગેરવર્તન કરવા બદલ એક વ્‍યક્‍તિને કોર્ટે જેલમાં મોકલી દીધો છે. જણાવી દઈએ કે કોર્ટે આરોપી પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પરંતુ આરોપી માત્ર ૨૫૦ રૂપિયા જમા કરાવવા પર અડગ હતો. જેના આધારે કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્‍યો હતો. આરોપીની ઓળખ રત્‍નાકર દ્વિવેદી તરીકે થઈ છે, જેના પર સિગારેટ પીવાનો અને એર ઈન્‍ડિયાની લંડન-મુંબઈ ફ્‌લાઈટમાં ગેરવર્તન કરવાનો આરોપ છે.

પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૩૬ હેઠળ કેસ નોંધ્‍યો હતો. જ્‍યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો ત્‍યારે કોર્ટે તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેના પર આરોપીએ કોર્ટને કહ્યું કે તેણે ઓનલાઈન વાંચ્‍યું છે કે આઈપીસીની કલમ ૩૩૬ હેઠળ ૨૫૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. આવી સ્‍થિતિમાં આરોપીએ ૨૫૦ રૂપિયાનો દંડ ભરવાની ઓફર કરી હતી પરંતુ કોર્ટે તેને નકારી કાઢી આરોપીને જેલમાં મોકલી આપ્‍યો હતો.

તમને જણાવી દઈએ કે એર ઈન્‍ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ફ્‌લાઇટમાં પેસેન્‍જરે સિગારેટ પીધી અને અન્‍ય લોકો સાથે ખરાબ વર્તન કર્યું અને ગુસ્‍સે ભર્યું વલણ અપનાવ્‍યું. આના પર એરક્રાફ્‌ટના પાઇલટે પેસેન્‍જરને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ પાઇલટની વાત પણ સાંભળી નહીં. આના પર પોલીસે આરોપીઓ સામે મુસાફરોના જીવને જોખમમાં મૂકવાનો ગુનો નોંધ્‍યો હતો.

(3:45 pm IST)