News of Tuesday, 13th February 2018

પાકિસ્તાન કોઈપણ હુમલાનો ભારતને જડબાતોડ જવાબ આપવા તૈયાર ;પાકિસ્તાનની ધમકી

ભારતને તેની ભાષામાં જવાબ આપવા સક્ષમ : રક્ષા પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને ભારતને ચેતાવણી આપી

 

કરાચી :પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને કહ્યું હતું કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારના હુમલાનો ભારતને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. અમે ભારતની આક્રમકતા, રણનીતિ અને અન્ય કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ભારતને તેની ભાષામાં જવાબ આપવા સક્ષમ છીએ.

   તેઓએ વધુમાં કહ્યું હતું કે ભારત આતંકવાદ મુદે સતત પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે. પાકિસ્તાનને દોષી ઠેરાવ્યા વગર ભારતે એકવાર મંથન કરવુ જોઈએ. ભારતે જાસુસ કુલભુષણ અંગે ઠોસ જવાબ આપવો જોઈએ. જ્યારે કુલભુષણની જાસુસી અંગેના તમામ પૂરાવા વિશ્વ સામે છે.

    દસ્તગીરે વધુમાં એમ પણ કહ્યું છે. 11 વર્ષ પહેલા સમજોતા એક્સપ્રેસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 42 પાકિસ્તાની નાગરિકના મોત થયા હતાં. ભારત તમામ પાકિસ્તાન નાગરિકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારત દુનિયાભરમાં શાંતિની વાત કરે છે. પરંતુ જમીનીસ્તર પર હકીકત કંઈક અલગ છે.

 

(11:09 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ૧૪ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યોઃ એક જ પરિવારના ૧૪ લોકોનું ધમાઁતર થતા મળવા ગયેલા પત્રકારો સાથે હિન્દુવાદી સંગઠન આયોજીત કાર્યક્રમમાં બબાલ access_time 8:48 pm IST

  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST

  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST