Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

લોકપ્રતિનિધિઓ સામેના કેસની સુનાવણી માટે સ્પેશ્યલ કોર્ટસ સ્થાપવા સરકાર સંમત

નવી દિલ્હી તા.૧૩ : સરકારે કલંકિત લોકપ્રતિનિધિઓ સામે ચાલતા કેસોના નિકાલ માટે સ્પેશ્યલ કોર્ટસ સ્થાપવાની સંમતિ દર્શાવી છે. ર૦૧૪ના આંકડા પ્રમાણે આખા દેશમાં સંસદસભ્યો અને વિધાનસભ્યો મળીને ૧પ૮૧ લોકપ્રતિનિધિઓ સામે ગંભીર ગુના બાબતના ૧૩,પ૦૦ કેસ ચાલી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ ત્રણ વર્ષ પછી એ આંકડો વધી ગયો હશે પરંતુ હવે સરકાર કલંકિત નેતાઓ સામે કાર્યવાહી માટે સ્પેશ્યલ કોર્ટસ સ્થાપે તો એવા કેસ અને કલંકિત લોકપ્રતિનિધિઓની સંખ્યામાં ઘટાડાની અપેક્ષા રાખવામાં આવે છે. સરકારે ગઇકાલે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યુ હતુ કે, નેતાઓ સામેના કેસોની સુનાવણી માટે ૧ર સ્પેશ્યલ કોર્ટસ સ્થાપવા માટે ૭.૮૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે એ ઉપરાંત સરકારે લોકપ્રતિનિધિઓ સામેના કેસોના નિશ્ચિત પ્રમાણની જાણકારી મેળવવા માટે સુપ્રિમ કોર્ટ પાસે સમય પણ માંગ્યો હતો. સરકારનું કહેવુ છે કે નેતાઓ સામે ચાલતા કેસોનો ચોક્કસ આંકડો જાણવા મળ્યા પછી જ કેટલી સ્પેશ્યલ કોર્ટસ સ્થાપવાની જરૂર છે એ જાણવા મળશે.

(10:32 am IST)