Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

એમેઝોનને ફયુચર ગ્રૃપ કેસમાં મોટો ફટકો : ર૦૦ કરોડનો દંડ ૪પ દિવસમાં રકમ જમા કરાવવા આદેશ

એનસીએલએટીએ સીસીઆઇની દલીલ સાથે સંમત : એમેઝોન કરારો સંબંધિત માહિતી પ્રદાન કરવામાં નિષ્‍ફળ ગયું

નવી દિલ્‍હી, તા.૧૩: એમેઝોન-ફયુચર ડીલમાં સોમવારે NCLATએ પોતાનો આદેશ કરતાં એમેઝોનને મોટો ફટકો પડ્‍યો છે.  NCLAT એ અમેરિકન ઈ-કોમર્સ કંપનીને આ મામલામાં ૪૫ દિવસની અંદર ૨૦૦ કરોડ રૂપિયાનો દંડ જમા કરવા કહ્યું છે. NCLTએ કહ્યું કે તેનું કાઉન્‍ટડાઉન આજથી એટલે કે ૧૩ જૂનથી શરૂ થઈ ગયું છે.
NCLATએ CCIના આદેશને સમર્થન આપતાં જણાવ્‍યું હતું કે,એમેઝોને ફયુચર રિટેલ લિમિટેડમાં તેના વ્‍યૂહાત્‍મક હિતો વિશે સંપૂર્ણ અને પારદર્શક માહિતી પૂરી પાડી નથી. એમેઝોને માહિતી છુપાવી હોવાનું કહીને CCIએ સંબંધિત રોકાણ સોદાને પણ સ્‍થગિત કરી દીધો હતો. એનસીએલએટીએ સીસીઆઈની દલીલ સાથે સંમતિ આપી અને કહ્યું કે, એમેઝોન કરારો સંબંધિત સંબંધિત માહિતી -દાન કરવામાં નિષ્‍ફળ ગયું.
નોંધનીય છે કે, એનસીએલએટીએ વર્ષ ૨૦૧૯ માં એમેઝોન અને ફયુચર ગ્રૂપ વચ્‍ચેના રોકાણ સોદાને સ્‍થગિત કરવાના ભારતીય સ્‍પર્ધાત્‍મક આયોગ (સીસીઆઈ) ના આદેશને પણ સમર્થન આપ્‍યું હતું. બંધ રિટેલ સ્‍ટોર ચેઇન બિગ બજાર ફયુચર ગ્રૂપની કંપની ફયુચર રિટેલ લિમિટેડ (FRL) દ્વારા સંચાલિત હતી.
આ સાથે CCIએ ડિસેમ્‍બર ૨૦૧૯માં જારી કરેલા આદેશમાં એમેઝોન-ફયુચર ડીલને સસ્‍પેન્‍ડ કરી દીધી હતી. એમેઝોને CCIના આ આદેશને NCLATમાં પડકાર્યો હતો.

 

(3:47 pm IST)