Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કુવૈતમાં નુપુરનો વિરોધ કરવા બદલ ભારતીયો સહિત એશિયનોની ધરપકડઃવિઝા રદ્દ

 

તમામના વિઝા રદ કરવામાં આવ્યા હતા અને કાયદાના ઉલ્લંઘનના આરોપસર દેશનિકાલ કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા

કુવૈત, તા.૧૩: ભાજપના પૂર્વ પ્રવકતા નૂપુર શર્મા વિરુદ્ધ ૧૦ જૂને ફહેલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારા ભારતીયો સહિત તમામ બિન-નિવાસી એશિયનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમને તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે.

જ્યારે આ લોકો ફહેલ વિસ્તારમાં એકઠા થઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે જ ભારે પોલીસ દળ ત્યાં પહોંચી ગયું હતું. આ તમામને ટ્રકમાં લઈ જવામાં આવ્યા હતા. આ તમામના વિઝા રદ કરવામાં આવ્યા હતા અને કાયદાના ઉલ્લંઘનના આરોપસર દેશનિકાલ કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા. હવે આ તમામ પ્રવાસીઓને પરત મોકલવામાં આવશે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ લોકોને વિરોધ કરવા કોણે ઉશ્કેર્યા હતા.

દેશનિકાલ કેન્દ્રોમાં મોકલવામાં આવેલા ભારતીયો સહિત તમામ એશિયનોના નામ હવે કુવૈતમાં પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ થશે. તેઓ ફરી ક્યારેય કુવૈતમાં પ્રવેશી શકશે નહીં.

સરકારે કહ્યું, નિયમોનું પાલન કરવું પડશેઃ સૂત્રોનું કહેવું છે કે આરબ દેશોમાં ધરણાં અને પ્રદર્શનો આયોજિત કરવા પર પ્રતિબંધ છે. કોઈપણ પ્રકારના પ્રદર્શનને નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન ગણવામાં આવે છે અને તેમાં સામેલ લોકોને તેમના દેશમાં મોકલી દેવામાં આવે છે. કુવૈત સરકારે એક નિવેદનમાં કહ્યું કે, અહીં રહેતા તમામ લોકોએ દેશના કાયદાનું પાલન કરવું પડશે. કોઈપણ પ્રકારના વિરોધથી દૂર રહેવું જરૂરી છે.

(11:04 am IST)