News of Friday, 12th January 2018

પાકિસ્તાન પાસે મોટી સેના અને પરમાણુ બોમ્બ છે એટલે અમેરિકા સામે ઝુકવુ જોઇએ નહીઃ આતંકી મસુદ અઝહરની સલાહ

કરાંચી : પાકિસ્તાન પાસે મોટી સેના અને પરમાણું બોમ્બ હોવાથી અને તેને અમેરિકા સામે નહિ ઝુકવા આતંકી મસુદ અઝહરે પાકિસ્તાનને સલાહ આપી છેઃ પાકિસ્તાની આતંકવાદી મસુદ અઝહરે અમેરિકાને ધમકી પણ આપી છેઃ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરે કહ્યુ છે કે, પાકિસ્તાન પાસે મોટી સેના અને પરમાણુ બોમ્બ છે અને તેથી અમેરિકા સામે ઝુકવુ જોઇએ નહીઃ અમેરિકા સાથે નવી દિલ્હી પણ હોવાનું જણાવીને આતંકી મસુદ અઝહરે ભારતમાં આરએસએસ સરકાર ચલાવી રહ્યુ હોવાનુ પણ જણાવ્યુ હતુ.

(11:42 am IST)
  • ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST