Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

તેલંગાણામાં માતતાજીને રૂ.૪,૪૪,૪૪,૪૪૪ની ચલણી નોટોનો ભવ્ય શણગાર

હૈદ્રબાદ, તા. ૧રઃ  તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રી અને દુર્ગાપૂજાના અવસરે માતાજીના મંદિરોને ભવ્ય રીતે શણગાર કરવામાં આવે છે. કન્યકા પરમેશ્વરી દેવી માતાની ભકિતમાં ભાવિકો રૂપિયા, સોના, ચાંદી જેવી અલગ-અલગ ચીજો ચઢાવે છે. નવરાત્રીના પાવન પર્વે આ રોકડ રકમથી મંદિરને આકર્ષક રૂપે સજાવામાં આવ્યું છે. તેલંગાણાના મહેબુબનગર જીલ્લામાં સ્થિત આ મંદિર ખાતે નવરાત્રીના પાંચમા નોરતે માતાજીને મહાલક્ષ્મી રૂપનો શણાર કરવામાં આવેલ. આ દરમિયાન માતાજી અને મંદિરને દાન-ભેટમાં મળેલ નવી ચલણીનોટોથી ભવ્ય શણગાર રચવામાં આવેલ. કુલ ૪ કરોડ ૪૪ લાખ ૪૪ હજાર અને ૪૪૪ રૂપિયાની ચલણી નોટો ઉપયોગમાં લેવામાં આવી હતી.

(3:17 pm IST)