Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વાવાઝોડુ 'જવાદ' ની અસરથી તા.૧૭-૧૮ના ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ ખાબકશે

બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ બની રહયું છે

લખનઉં: ઉત્તરપ્રદેશમાં ચોમાસુ વિદાય લઇ રહયું છે. પરંતુ વરસાદ હજુ ચાલુ રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનું દબાણબની રહયું છે. આ વાવાઝોડાનું નામ 'જવાદ' છે.

જેની અસરથી ઉત્તરપ્રદેશ, દિલ્હી, એનસીઆર સુધી જોવા મળશે આ વાવાઝોડાની અસરથી વાતાવરણ અચાનક બદલાઇ જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ યુપીના અનેક જીલ્લાઓમાં ૧૭-૧૮ ઓકટોબરના તોફાની પવન સાથે વરસાદ પડશે.

૧૭-૧૮ ઓકટોબરના દિલ્હી એનસીઆર અને ઉત્તરપ્રદેશના અનેક જીલ્લાઓમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકશે. પવનની ઝડપ એટલી હશે કે વૃક્ષો ધરાશાયી થશે. જર્જરીત મકાનો પણ ધરાશાયી થવાની સંભાવના તંત્રએ વ્યકત કરી છે.

(3:12 pm IST)