Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ટ્વિટર પર કોંગ્રેસનું- મેં ભી રાહુલ કેમ્પેન શરૂ : ટ્વિટર પર મોટા પ્રમાણમાં ટ્રેન્ડ થયું કેમ્પેન

મોટા પાયે કોંગ્રેસી કાર્યકરો અને સમર્થકોએ પોતાના ટ્વિટર હેન્ડલનું નામ રાહુલ ગાંધી કર્યું :પ્રોફાઈલમાં રાહુલ ગાંધીની તસવીર લગાવી

નવી દિલ્હી :  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ લૉક કરવાના વિરોધમાં કોંગ્રેસે ટ્વિટર પર 'મેં ભી રાહુલ' અભિયાન શરૂ કર્યું છે. જે પછી મોટા પાયે કોંગ્રેસી કાર્યકરો અને સમર્થકોએ પોતાના ટ્વિટર હેન્ડલનું નામ રાહુલ ગાંધી કર્યું છે અને પ્રોફાઈલમાં રાહુલ ગાંધીની તસવીર લગાવી છે.

આ સાથે જ 'મેં ભી રાહુલ' હૈશટેગ સાથે ટ્વિટ કરવામા આવી, જે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસે જણાવ્યું કે, તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ સાથે ઘણા નેતાઓના ટ્વિટર અકાઉન્ટ લૉક કરવામા આવ્યા છે. દુષ્કર્મ પીડિત બાળકીના પરિવારની ઓળખ જાહેર કરવા મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ લૉક કરવામા આવ્યું હતું.

(8:28 pm IST)