Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

દિલ્હીમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે બે ગુંડાઓને ફૂંકી માર્યા: બન્ને એક બિલ્ડિંગમાં ઘૂસી ગયેલા અને મકાન ફૂંકી મારવાની ધમકી આપેલ: બે પોલીસ જવાન પણ ઘાયલ

આજે ગુરુવારે દિલ્હીના ખજુરી ખાસ વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે ગુંડાઓ માર્યા ગયા હતા.
 પોલીસે આમિર ખાન અને રાજ માન તરીકે ઓળખાતા આ બન્ને ગુનેગારો પાસેથી ૨ ઓટોમેટિક પિસ્તોલ,
૪ મેગેઝિન અને ૧૫ જીવતા કારતુસ જપ્ત કર્યા છે.  આ બંને હત્યા અને લૂંટના અનેક કેસમાં સંડોવાયેલા હતા.
 બે પોલીસ કોન્સ્ટેબલ-સચિન ખોકર અને લલિત તોમર ક્રોસફાયરમાં ઘાયલ થયા હતા. આ ગેગસ્ટરોએ ખજુરી ખાસમાં શ્રી રામ કોલોનીમાં એક મકાનમાં આશરો લીધો હતો.  તેઓએ આ બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેમાં ૧૫ પરિવારો ફસાયા હતા.

(12:19 pm IST)