Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

તમારી પિટિશન બિનશરતી પાછી ખેંચો : પાછી નહીં ખેંચો તો અમે કોર્ટ ખર્ચ સાથે પાછી ખેંચવાનો હુકમ કરીશું : રાજધાની દિલ્હીની કોર્ટોમાં ભારતનો ધ્વજ મુકવા અને ન્યાયની દેવીની પ્રતિમા મુકવા કરાયેલી પિટિશન મામલે હાઇકોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટમાં રાજકિશોર પ્રસાદ કુશવાહાએ એડવોકેટ શ્રીકાંત પ્રસાદ મારફતે પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં રાજધાની દિલ્હીની કોર્ટોમાં ભારતનો ધ્વજ મુકવા અને ન્યાયની દેવીની પ્રતિમા મુકવા અરજ ગુજારી હતી

અરજીમાં જણાવાયું હતું કે તેનો હેતુ કોર્ટમાં નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર વગર ન્યાય તોળવામાં આવે છે તેવું દર્શાવવાનો છે.ન્યાયતંત્ર માટે મારો કોઈ આક્ષેપ નથી પરંતુ ગુનેગારોમાં હકારાત્મક સંદેશ ફેલાવવાનો હેતુ છે. કોર્ટ એ ન્યાય મંદિર છે.તેથી તેમાં ન્યાયની દેવીની પ્રતિમા રાખવી જોઈએ.


જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત હુકમ ફરમાવ્યો હતો તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)