Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

હવે વિદેશથી એક્સપર્ટ્સ દિલ્હીની સરકારી સ્કૂલમાં આપશે ટ્રેનિંગ: DBSEના આંતરરાષ્ટ્રીય બોર્ડ સાથે કરાર

એક્સપર્ટ એ પણ જણાવશે કે સ્કૂલમાં શું શું કમી છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય, જેનાથી સ્કૂલ આંતરરાષ્ટ્રીય સ્તરનું બની શકે.

નવી દિલ્હી : દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (DBSE) સાથે ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડનૂ સમજૂતિ થઇ છે. આ કરાર બાદ હવે વિદેશથી એક્સપર્ટ્સ દિલ્હીની સરકારી સ્કૂલમાં આવશે અને ટ્રેનિંગ આપશે. જેનાથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મળી શકશે. આ વાતની જાણકારી આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ દિલ્હીવાસીઓ માટે ઘણી ખુશીની વાત છે. હવે અમારા બાળકોને દિલ્હીમાં ઇન્ટરનેશનલ લેવલનું શિક્ષણ મળશે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ, એક ઇન્ટરનેશનલ લેવલ પર શિક્ષણ બોર્ડ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ પ્રદાન કરે છે અને ઘણુ સારૂ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓનું સ્વપ્ન રહે છે કે આપણને પણ ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડનું શિક્ષણ મળવુ જોઇએ. આખી દુનિયાની અંદર સાડા પાંચ હજાર સ્કૂલ સાથે સમજૂતિ છે, જેથી 159 સ્કૂલો સાથે કામ કરે છે. કેટલીક સરકારો સાથે પણ સમજૂતિ છે. જેમ કે- અમેરિકા,જાપાન, સાઉથ કોરિયા વગેરે..
કેજરીવાલે કહ્યુ, આજે ખુશીની વાત છે કે દિલ્હી શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડ વચ્ચે સમજૂતિ થઇ છે. જેનો અર્થ એવો છે કે જે પણ દિલ્હીની અંતર્ગત સ્કૂલ આવશે, ત્યા ભણનારા બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મળશે. આ ઘણી મોટી વાત છે. આ સ્કૂલોમાં ડીબીએસઇથી એફિલેટેડ થનારી પ્રાઇવેટ સ્કૂલ પણ સામેલ હશે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ, આપણા દેશમાં બે રીતની શિક્ષણ પ્રણાલી છે. એક અમીરોના બાળક માટે અને બીજા ગરીબોના બાળકો માટે. જેમની પાસે પૈસા છે, તે પોતાના બાળકોને પ્રાઇવેટ અને જેમની પાસે નથી તે પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા માટે મોકલે છે. આજે આ કરાર બાદ દિલ્હીના ગરીબ બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મળશે, જે શિક્ષણ માટે મોટા મોટા અમીરોના બાળક તરસે છે, તેવુ શિક્ષણ ગરીબ બાળકોને મળશે.

સમજૂતિ પર મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ કે વિદેશથી એક્સપર્ટ આવશે, જે સ્કૂલના ટીચર્સની ટ્રેનિંગ કરાવશે. બાળકોના અસેસમેન્ટ કેવુ હશે, આ ઇન્ટરનેશનલ બોર્ડ નક્કી કરશે. એક્સપર્ટ જણાવશે કે સ્કૂલમાં શું શું કમી છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય, જેનાથી સ્કૂલ આંતરરાષ્ટ્રીય સ્તરનું બની શકે.

(7:14 pm IST)