Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પોતાની મરજીથી પતિનું ઘર છોડીને જતી રહેલી પત્નીને પાછી તેડાવવા માટે હેબિયસ કોર્પ્સ હેઠળ અરજી કરી ન શકાય : પતિ પત્ની વચ્ચેના મતભેદને કારણે જતી રહેલી પત્ની પાસે લગ્નના હક્કો પુરા કરવા માટે કરાયેલી હેબિયસ કોર્પ્સ હેઠળની અરજી અલ્હાબાદ હાઇકોર્ટ ફગાવી

અલ્હાબાદ : અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પ્સ હેઠળ કરાયેલી અરજી નામંજૂર થઇ છે. અરજીમાં જણાવાયા મુજબ પતિ પત્ની વચ્ચેના મતભેદને કારણે જૂન 2019 માં પત્ની પતિનું ઘર છોડી પોતાના માતા પિતાના નિવાસે જતી રહી છે. જેની પાસે લગ્નના હક્કો પુરા કરવા માટે પતિ દ્વારા કોર્ટમાં અરજી કરાઈ હતી.જે પડતર છે.

દરમિયાન અરજદાર પતિએ અલ્હાબાદ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ હેઠળ અરજી કરી હતી. જેના અનુસંધાને જસ્ટિસ ડો.યોગેન્દ્રકુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે  જણાવ્યું હતું કે પોતાની મરજીથી ઘર છોડી ગયેલી પત્નીને પરત લાવવા માટે પતિ દ્વારા ફોજદારી અને નાગરિક કાયદા હેઠળ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી શકાતી નથી અને આ બાબતે સત્તાનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે સ્પષ્ટ કેસ કરવામાં આવે.

પતિએ દાવો કર્યો હતો કે નવેમ્બર, 2020 ના મહિનામાં, તેને માહિતી મળી હતી કે તેની  પત્નીને તેના માતાપિતાના ઘરમાં બંધનમાં રાખવામાં આવી છે તેથી તેને તાત્કાલિક પરત મેળવવા માટે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.

નામદાર કોર્ટે અન્ય ચુકાદાઓ ટાંકીને કહ્યું હતું કે અરજી હાથ ઉપર લઇ શકાય તેમ નથી તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:29 pm IST)