Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જંતર-મંતર પર મુસ્લિમ વિરોધી નારાઓ : દેશના ભાગલા પડાવનાર ધિક્કાર જનક સૂત્રો પોકારનારના બચાવ માટે મારુ નામ સૌથી છેલ્લું હોય : અશ્વિનીકુમાર ઉપાધ્યાયના બચાવ માટે હાજર રહેલા સીનીઅર એડવોકેટ વિકાસ સિંહની સુપ્રીમ કોર્ટમાં ધારદાર દલીલો

ન્યુદિલ્હી : જંતર-મંતર પર મુસ્લિમ વિરોધી નારાઓ પોકારવા બદલ ભાજપ પ્રવક્તા અને એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયની ધરપકડ મામલે તેઓનો બચાવ કરવા માટે હાજર રહેલા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તથા સીનીઅર એડવોકેટ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટમાં ઉપાધ્યાયના બચાવ માટે ધારદાર દલીલો કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશના ભાગલા પડાવનાર ધિક્કાર જનક સૂત્રો પોકારનારના બચાવ માટે મારુ નામ સૌથી છેલ્લું હોય . વિકાસ સિંહ સાથે બચાવ પક્ષના વકીલો તરીકે  સિદ્ધાર્થ લુથરા, પ્રદીપ રાય અને ગોપાલ શંકરનારાયણન હતા.

બચાવ પક્ષના વકીલોએ દલીલ કરતા જણાવ્યું હતું કે જંતર-મંતર પર મુસ્લિમ વિરોધી નારાઓ પોકારાયા ત્યાર પહેલા અશ્વિનીકુમારે સ્થળ છોડી દીધું હતું. અમારા અને નારા પોકારનારાઓ વચ્ચેનું અંતર નોંધપાત્ર હતું . અમે એસેમ્બલીનો એક ભાગ હોઈ શકીએ છીએ પરંતુ અમારા ગયા પછી જે ભંગાણ થાય છે તેના માટે અમે જવાબદાર નથી. ઉપાધ્યાય  તે સમયે હાજર હતા અને નારાઓ પોકાર્યા હતા તે પુરવાર કરવાનું કામ પોલીસનું છે. જેઓના કબ્જામાં તે સમયનો વિડીયો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:51 pm IST)