Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૨૧૦૦ સુધીમાં પાણીમાં ડુબી જશે ઓખા-ભાવનગર-મુંબઇ-ચેન્નઇ સહિત દેશના ૧૨ શહેરો

નાસાના રીપોર્ટમાં સનસનીખેજ ધડાકોઃ ૧૨ શહેરો ૩-૩ ફુટ પાણીમાં ડુબી જશેઃ ગ્લોબલ વોર્મિંગ કારણભૂતઃ બરફ પીગળવાથી થશે તબાહી

વોશિંગ્ટનઃ નાસાએ ભારતને લઇને એક ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં દાવો કર્યો છે કે આજથી ૮૦ વર્ષ પછી એટલે કે ૨૧૦૦ સુધીમાં ભારતના ૧૨ શહેરો ૩ ફૂટ પાણીમાં ડુબી જશે. આ રિપોર્ટનું માનીએ તો જમીન ઉપર મોટી તબાહી મચશે. આ બધુ ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પર જામેલો બરફ પીગળવાથી થશે.

નાસાના રિપોર્ટ અનુસાર ઓખા, મોરમુગાઓ, ભાવનગર, મુંબઇ, મેંગ્લોર, ચેન્નઇ, વિશાખાપટ્ટનમ, તુતીકોરિન કોચ્ચી, પારાદીપ અને પ. બંગાળના કીડરોકોર કિનારાના વિસ્તારો ઉપર ગ્લોબલ વોર્મિંગની અસરથી બરફ પીગળવાથી અસર વધુ દેખાશે. એવામાં ભવિષ્યમાં કિનારે રહેતા લોકોએ સુરક્ષિત સ્થળે જવુ પડશે.

રિપોર્ટ અનુસાર પ. બંગાળના કીડરોકોર વિસ્તારમાં પણ વર્ષ ૨૦૨૧ સુધીમાં અડધો ફૂટ પાણી આવી જશે.

નાસાના રિપોર્ટ અનુસાર ૨૧૦૦ સુધીમાં દુનિયાનું તાપમાન ઘણુ વધી જશે. લોકોએ ભયાનક ગરમી સહન કરવી પડશે. સરેરાશ તાપમાન ૪.૪ ડીગ્રી વધી જશે. એટલું જ નહીં આવતા બે દાયકામાં તાપમાન દોઢ ડિગ્રી વધી જશે.

(3:47 pm IST)