Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

OBC બિલ રાજયસભામાં: તીખી દલિલો થઇ

કોંગ્રેસે બિલને આપ્યુ સમર્થન પણ તેની ખામીઓ પણ ગણાવી

નવી દિલ્હી, તા. ૧૧ :  લોકસભામાંથી ઓબીસી બીલ પસાર થઇ ગયું છે. ત્યારબાદ આજે આ બીલને રાજયસભામાં લાવવામાં આવ્યું છે. વિધેયક પર ચર્ચામાં ભાગ લઇને કોંગ્રેસે સમર્થન તો કર્યુ પરંતુ તેની ખામીઓને પણ ગણાવી.

કોંગ્રેસ તરફથી સાંસદ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે દેર આયે, દુરસ્ત આયે તેઓએ કહ્યું કે ર૦૧૮માં સુધારા લાવીને દેશના દરેક રાજયના અધિકાર ક્ષેત્ર ખત્મ કરી દીધો હતો.

જેને સુધારણા માટે હવે આ સંશોધન લાવવામાં આવી રહ્યું છે. અને મોટી આશ્ચર્યજનક વાત છે કે ભૂલ પણ તમે કરો.

તેઓએ કહ્યું કે આ સંશોધન લાવીને એક ભૂલ તો યોગ્ય થઇ રહી છે. પરંતુ આ ભૂલને સુધારવાનો ફાયદો શું થશે. આ સંવિધાન સંશોધનમાં પ૦ ટકા અનામત મર્યાદા પર એક શબ્દ પણ બોલવામાં આવ્યો નથી. સિંઘવીએ કહયું કે હવે આ સંશોધન દ્વારા તમે રાજયોને એક કાગળનો દસ્તાવેજ આપી રહ્યા છોે અને હવે બન્યુ એવું છે કે તમે કાયદાકીય રીતે કાર્યાન્વિત થઇ શકે નહિં. કોંગ્રેસ સાંસદ સિંઘવીએ કહ્યું કે, ર૦૧૮ માં જે સંશોધન લાવવામાં આવ્યું તેમાં સરકારે તો ભૂલ કરી. પરંતુ સુપ્રીમે મોટી ભૂલ કરી. સિંઘવીએ કહ્યું કે સુપ્રીમે તેના પરિણામો, નિયત અને હેતુને નજર અંદાજ કર્યો.

(3:46 pm IST)