Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

હરિયાણાના સોનીપતમાં બે સગીરા સાથે ગેંગરેપ બાદ જંતુનાશક દવા પીવડાવતા મોત

સોનીપતઃ હરિયાણાના સોનીપતના એક ગામમાં બે સગીર બહેનો ઉપર સામુહિક દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયેલ. બંને કિશોરીઓને નાલાયકોએ કીટનાશક પીવડાવી દેતા સારવાર માટે દિલ્હી ખસેડાયેલ, પણ સારવાર દરમિયાન તેમના મોત નિપજેલ.

બનાવની વિગતમાં આરોપીઓએ સગીરાઓની માતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસને સંપદંશથી મોત થયાનું જણાવવા કહેલ. મુળ બિહારનો આ પરિવાર સોનીપત પાસેના ગામમાં ભાડે રહેતો હતો. પરિવારમાં દંપતી અને બે પુત્રો અને બે પુત્રીઓ હતી. પોસ્ટમોટમ રિપોર્ટમાં દુષ્કર્મ અને કીટનાશકનો પ્રભાવ આવતા પોલીસે ચાર યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

આ યુવકોએ પ ઓગષ્ટે બંને સગીરાઓને બાજુમાં આવેલ પોતાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરેલ. તબીયત બગડતા સગીરાઓને જંતુનાશક દવા પીવડાવી દીધેલ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ માતા ભાંગી પડેલ અને પોલીસને સમગ્ર હકીકત જણાવેલ.

(3:45 pm IST)