Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

બીજી લહેરમાં ઓકિસજનની અછતથી દર્દીના મોત થયા હતા

અંતે કેન્દ્ર સરકારે સ્વીકાર્યુ : કોરોનાની બીજી લહેર અંગે આપ્યો રીપોર્ટ

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના કાળમાં દેશમાં ઓકિસજનની અછતથી મોત ન થયાનું કહેનારી કેન્દ્ર સરકારે માન્યુ છે. કે, કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનની અછતથી પણ મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલાયે સ્વીકાર્યુ છે કે, આંધ્રપ્રદેશમાં ઓકિસજનની અછતથી દર્દીના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સંસદમાં માહિતી આપતા કહ્યુ કે, ૯ ઓગસ્ટ ૨૦૨૧ના દિવસે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા એક રિપોર્ટ સોંપાયો છે.

જે રિપોર્ટ પ્રમાણે ૧૦ મે ૨૦૨૧ના દિવસે એસ.વી.આર.આર.ઙ્ગહોસ્પિટલમાં વેન્ટીલેટર સપોર્ટ પર રહેલા કેટલાક દર્દીઓના મોત થયા અને તેના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઓકિસજન ટેન્ક અને બેકઅપ સિસ્ટમ બદલતા સમયે ઓકિસજન લાઈનમાં પ્રેશર ઓછુ થયુ અને તેનાથી દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ કેન્દ્રીય પ્રધાને સંસદમાં કહ્યુ હતુ કે રાજય સરકારો દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તેમા કયાંક પણ કહેવાયુ નથી કે કોઈ દર્દીના મોત ઓકિસજનના અભાવે થયા છે.

હાલ દેશમાં કોરોનાના ત્રણ લાખ, ૮૬ હજાર ૩૫૧ એકિટવ કેસ છે. દેશમાં કોરોનાથી ૨૪ કલાકમાં રિકવરી રેટમાં ૯૭.૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છેય. દેશમાં અત્યાર સુધી ૫૧.૯૦ કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂકયું છે. મહત્વનું છે કે, ગત બે અઠવાડિયામાં નવ રાજયોના ૩૭ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપ જોવા મળી હતી. આમાં કેરળનાં ૧૧ જિલ્લા અને તમિલનાડુના સાત જિલ્લાનો સમાવેશ થાય છે.

આ સિવાય ૧૧ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૪ જિલ્લામાં અઠવાડિક પોઝિટિવ દર ૧૦ ટકાથી વધુ છે. દેશમાં નવ ઓગસ્ટ સુધી લીધેલા ૮૬ નમૂનાઓમાં કોરોના વાઈસના ડેલ્ટા પ્લસના વેરિયન્ટથી સંક્રમિતની પુષ્ટિ થઈ હતી. આમાં ૩૪ નમૂના મહારાષ્ટ્રના હતા.કેન્દ્ર સરકાર અનુસાર, પાંચ રાજયોમાં આર નંબર એકથી વધુ છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, એમપી અને યુપી. જયારે પણ આર નંબરમાં વધારો થાય તેનો મતલબ કે, કેસો વધી રહ્યા છે અને કંટ્રોલ કરવાની તાતી જરૂરિયાત છે.

(3:43 pm IST)