Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જયાં શાળા શરૂ કરાઇ છે તેવા રાજયોને WHOના ચીફ સાઇન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથનની ચેતવણી

સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ સાફ રાખવા, શિક્ષકોનું વેકિસનેશન જરૂરીઃ ઇન્ડોર સિંગીંગ અને સભાના આયોજનથી બચવું

નવી દિલ્હી, તા.૧૧: WHOની ચીફ સાઇન્ટીસ્ટ સૌમ્યાએ કહ્યું કે બાળકો પર માનસિક, શારીરિક અને જ્ઞાન હાંસલ કરવાની ક્ષમતા પર લાંબા સમય માટે જે પ્રભાવ પડશે તેનાથી બચવાની ગાઇડલાઇન્સ આપી છે. ટ્વિટર પર લખ્યું કે સ્કૂલ ખુલે તે દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, હાથ સાફ રાખવા, શિક્ષકોને વેકિસનેશન થઇ ગયેલું હોવું જોઇએ. તેની સાથે જ ઇન્ડોર સિંગીંગ અને સભાના આયોજનથી બચવાની પણ સલાહ આપી છે.

સ્વામીનાથને કહ્યું હતુ કે શિક્ષકોનું વેકિસનેશન બાળકોના બચાવનો સૌથી શ્રેષ્ઠ રસ્તો હોઇ શકે છે, જયારે બાળકો માટે વેકિસન ઉપલબ્ધ નથી. ૧૮ વર્ષથી વધુની ઉંમરના લોકોનું વેકિસનેશન થઇ ગયેલું હોવું જોઇએ ખાસ કરીને શિક્ષકોનું, જે બાદ જ સ્કૂલ ખોલવાનો આગ્રહ રાખવો જોઇએ.

એક ઇન્ટરવ્યૂમાં સૌમ્યાએ કહ્યું કે, મને આશા છે કે આપણી પાસે બાળકો માટે પણ કોરોના વેકિસન હશે પરંતુ આ વર્ષે વેકિસન બની શકે તેવું લાગતુ નથી. આપણે શાળાઓ ત્યારે જ ખોલવી જોઇએ જયારે સામુદાયિક સંક્રમણનો ખતરો ઓછો હોય. દુનિયામાં બાકી દેશોમાં પણ એવું જ થઇ રહ્યું છે. દરેક લોકો ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યાં છે. જો શિક્ષકોનું વેકિસનેશન કરવામાં આવે છે તો આ એક મોટુ પગલું હશે.

સૌમ્યાએ કહ્યું કે, જયારે કેન્દ્ર સરકારે સંસદમાં આઠ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્કૂલ ખોલવાની સ્થાનીય સરકારની યોજના પર વિચાર કરવાની સલાહ આપી છે. લોકસભામાં કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લેખિત જવાબમાં કહ્યું કે લક્ષદ્વિપ, પુડુચેરી, નાગાલેન્ડ, પંજાબ, ઉત્ત્।રાખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશે ૨ ઓગસ્ટથી સ્કૂલ ખોલવાની યોજના બનાવી છે.

(3:43 pm IST)