Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ચોમાસુ સત્રમાં માત્ર ૨૧ કલાક ચાલી લોકસભા : ૨૨% થયું કામ

વિક્ષેપોને કારણે ૯૬ કલાકમાંથી આશરે ૭૪ કલાક કામકાજ ખોરવાયુ :લોકસભા અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિતઃ બે દિવસ વહેલુ સત્ર આટોપાયુ

નવી દિલ્હી તા. ૧૧ : સંસદનુ મોન્સુન સત્ર ૧૯ જુલાઇએ શરૂ થયું હતું અને આ સંપૂર્ણ સત્ર હોબાળાની ભેટ ચડયુ છે. વિપક્ષે ગૃહમાં સતત પેગાસસ જાસૂસી વિવાદ અને કૃષિ કાયદા પર ચર્ચાની માંગ સાથે હોબાળો કર્યો છે. હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે અગાઉએ જાણકારી હતી કે ગૃહ ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે.

સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસું સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી બિલકુલ યોગ્ય રીતે ચાલી શકી ન્હોતી. જેને લઈને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યકત કરી હતી.

ચોમાસું સત્રનો છેલ્લો સમયગાળો એટલે કે છેલ્લું અઠવાડિયુ ચાલી રહ્યું છે. લોકસભામાં ગઇકાલે રાજયોને ઓબીસી લિસ્ટિંગ કરવાના અધિકાર આપવા માટેનું બિલ કોઈ પણ વિરોધ વિના પસાર થઈ ગયું હતુ. હવે આ બિલ રાજયસભામાં પસાર થવા જય રહ્યું છે. અને કદાચ રાજયસભામાંથી પણ આ બિલ કોઈપણ વિરોધ વિના પસાર થઈ જશે એવું માનવમાં આવી રહ્યું છે. પરંતુ આ સિવાય સરકારને પેગાસસ, ખેતીના સુધારા, પેટ્રોલ-ડિઝલના ભાવ જેવા વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા ઘેરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે લોકસભામાં મંગળવારે ઓબીસી સંશોધન બિલ પાસ થયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.ઙ્ગ

જયારથી સત્ર શરૂ થયું ત્યારથી દરરોજ ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. કામકાજ દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. ગઇકાલેે સરકારે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી પાસ કરાવી લીધું હતું. આ બિલનું વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે આજે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભાનું આ સત્ર ૧૩ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, પરંતુ હવે બે દિવસ પહેલા જ લોકસભાનું સત્ર અનિશ્યિતકાળ માટે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઙ્ગ

પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળાને કારણે સંસદનું કામકાજ સારી રીતે થઈ શકયું નથી અને માત્ર ૨૨ ટકા કાર્ય થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, ૧૭મી લોકસભાની છઠ્ઠી બેઠક ૧૯ જુલાઈ ૨૦૨૧થી શરૂ થઈ અને આ દરમિયાન ૧૭ બેઠકોમાં ૨૧ કલાક ૧૪ મિનિટનું કામકાજ થયું છે.ઙ્ગ

તેમણે કહ્યું કે ગૃહનું કામકાજ અપેક્ષા અનુરૂપ રહ્યું નહીં. બિરલાએ જણાવ્યુ કે, વ્યવધાનને કારણે ૯૬ કલાકમાં આશરે ૭૪ કલાક કામકાજ થઈ શકયું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યુ- સતત વિક્ષેપને કારણે માત્ર ૨૨ ટકા કાર્ય થયું. તેમણે કહ્યું કે, આ સત્ર દરમિયાન બંધારણ (૧૨૭મું સંશોધન) બિલ સહિત કુલ ૨૦ બિલ પાસ કરવામાં આવ્યા છે. બિરલાએ જણાવ્યુ કે ચોમાસુ સત્ર દરમિયાન ૬૬ તારાંકિત પ્રશ્નોના મૌખિક ઉત્ત્।ર આપવામાં આવ્યા અને સભ્યોએ નિયમ ૩૭૭ હેઠળ ૩૩૧ મામલા ઉઠાવ્યા છે.

(3:38 pm IST)