Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય 9 AAP ધારાસભ્યો આરોપ મુક્ત

દિલ્હીના પૂર્વ ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ ઉપર કથિત હુમલાનો આરોપ હતો : દિલ્હીની સ્પેશિઅલ કોર્ટનો ચુકાદો : સત્યનો વિજય થયો છે : નાયબ મુખ્યમંત્રી સિસોદિયાનો પ્રતિભાવ

ન્યુદિલ્હી : આજરોજ દિલ્હીની સ્પેશિઅલ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય 9 AAP ધારાસભ્યોને આરોપ મુક્ત કર્યા છે. તેમના ઉપર દિલ્હીના પૂર્વ ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ પર કથિત હુમલાનો આરોપ હતો .

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આરોપો પાયા વગરના અને સત્યથી વેગળા છે.

2018 ની સાલની ઘટના મુજબ દિલ્હી પોલીસે કેજરીવાલ, સિસોદિયા અને અન્યો ઉપર જુદી જુદી કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કર્યું હતું. જેમાં સમાવિષ્ટ ધારાસભ્યોમાં, અમાનતુલ્લાહ ખાન, પ્રકાશ જરવાલ, નીતિન ત્યાગી, રિતુરાજ  ગોવિંદ, સંજીવ ઝા, અજય દત્ત, રાજેશરિશી , રાજેશ ગુપ્તા, મદન લાલ, પરવીન કુમાર અને દિનેશ મોહનીયાનો સમાવેશ થાય છે.

ચુકાદાને વધાવતા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની લોકપ્રિયતાથી ડરે છે.તેથી તેમને અવાર નવાર ભીડવવાની કોશિષ કરે છે.તેવું ટી..એન.દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)