Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

' ગ્રાહક તકરાર નિવારણ કમિશન ' માં ખાલી પડેલી તમામ જગ્યાઓ ઉપર 8 સપ્તાહમાં નિમણુંક કરો : હવે વધુ સમય આપી શકાય તેમ નથી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સુપ્રીમ કોર્ટનો આદેશ


ન્યુદિલ્હી : આજરોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપતા જણાવ્યું છે કે ' ગ્રાહક તકરાર નિવારણ કમિશન ' માં ખાલી પડેલી તમામ જગ્યાઓ ઉપર 8  સપ્તાહમાં નિમણુંક કરો. આ માટે તમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો.  હવે વધુ સમય આપી શકાય તેમ નથી

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અનેઋષિકેશ રોયની ખંડપીઠેજણાવ્યું હતું કે
કેટલાક રાજ્યોએ ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 44 હેઠળ નિયમોને સૂચિત કર્યા નથી. અમે તમામ રાજ્ય સચિવોને આજથી બે સપ્તાહમાં નિયમો સૂચિત કરવા નિર્દેશ આપીએ છીએ.

મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને, અમે નિર્દેશ આપીએ છીએ કે જો હાલની અને સંભવિત ખાલી જગ્યાઓની જાહેરાત બે સપ્તાહની અંદર આપવામાં ન આવે તો કેન્દ્ર દ્વારા બનાવેલ મોડેલ નિયમો આપમેળે
લાગુ થશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)