Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કેરળ સરકારને ફટકાર:હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ

બાર અને બેવરેજની દુકાનો પર શા માટે નિયમોનું પાલન કરવામાં આવતુ નથી.? દુકાનો બહાર કતાર લગાવવા માટે નવા COVID-નિયમોનું પાલન ન કરવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

કેરળ હાઈકોર્ટે રાજ્યમાં બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનો બહાર કતાર લગાવવા માટે નવા COVID-નિયમોનું પાલન ન કરવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ ગાઈડલાઈન મુજબ ગ્રાહકે વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જોઈએ અથવા RT PCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.

જસ્ટિસ દેવન રામચંદ્રએરાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે, શા માટે બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનો પર ગ્રાહકને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અથવા 72 કલાકની અંદર RT PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રિપોર્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઉલ્લેખનીય છે કે, બારની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળે છે, ત્યારે કોર્ટે રાજ્ય સરકારને નવી માર્ગદર્શિકા લાગુ કરવા માટે આદેશ કર્યા છે.

જસ્ટિસ રામચંદ્રને જણાવ્યું હતું કે, “ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કે 4 ઓગસ્ટનો સરકારી આદેશ બાર કે બેવરેજ કોર્પોરેશનની દુકાનો પર કોવિડ નિયમો  લાગુ કરવામાં આવ્યા નથી.” વધુમાં જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટનો સરકારી આદેશનું બધી જગ્યાએ પાલન થાય છે, પરંતુ બાર અને બેવરેજની દુકાનો પર શા માટે નિયમોનું પાલન કરવામાં આવતુ નથી.

ઉપરાંત અદાલતે સુચન કર્યું કે, સરકારના આદેશનું આવી દુકાનો પર પણ અમલ થવો જોઈએ, કારણ કે “તે વેક્સિનેશનને પ્રોત્સાહન આપશે”. આપને જણાવવું રહ્યું કે, હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ એટલે કે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

(12:51 pm IST)